તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટ અપડેટ:ઈન્ડિયન ક્રિકેટ ટીમને સપોર્ટ કરવા માટે ટીશર્ટ-કેપની ડિમાન્ડ 80 ટકા સુધી વધી

અમદાવાદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોટેરા ખાતે સૌથી મોટા ગ્રાઉન્ડમાં કાલથી ઈન્ડિયા-ઈંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ શરૂ થઈ રહી છે ત્યારે

ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચે આવતી કાલથી પ્રથમ ટેસ્ટમેચ શરૂ થઈ રહી છે ત્યારે અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો છે. તેમાં પણ ઈન્ડિયન ટીમને સપોર્ટ કરવા માટે ટી-શર્ટ અને કેપની ડિમાન્ડ જોવા મળી છે. સામાન્ય દિવસો કરતાં આ સમયમાં 80 ટકા સુધી આ ડિમાન્ડ વધી છે. અમદાવાદના કેટલાક ક્રિકેટ ફેન્સ એવા પણ છે જેઓ સ્ટેડિયમમાં કે પછી ઘરમાં મેચ જુએ ત્યારે ટી-શર્ટ પહેરતાં હોય છે અને આ રીતે ટીમનો પણ ઉત્સાહ વધારતાં હોય છે. તેને લઈને સ્પોર્ટસમાં પણ માર્કેટ અપ થયું હોય તેમ જોઈ શકાય છે. આમ પણ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ એટલે કે મોટેરામાં આ મેચો રમાવાની છે એટલે શહેરના ફેન્સનો મૂડ કંઈક અલગ જ છે.

દરરોજ 75થી 100 ઈન્કવાયરી હોય છે
અમદાવાદમાં જ્યારે પણ ક્રિકેટ મેચ હોય ત્યારે ઈન્ડિયા લખ્યું હોય તેવી ટીમની બ્લ્યું ટીશર્ટ અને કેપની ડિમાન્ડ વધી જતી હોય છે. નોર્મલ દિવસોમાં માંડ દસેક ઈન્કવાયરી આવતી હોય પણ મેચ શરૂ થવાની હોય તેના બે દિવસ પહેલાં સહેજેય 75થી 100 ઈન્કવાયરી આની ખરીદી માટેની આવતી હોય છે. આ ઉપરાંત નાના છોકરાઓ પણ બેટ અને બોલની ડિમાન્ડ કરતાં હોય છે. -ઉત્પલ ધ્રુવ,ગુજરાત સ્પોર્ટસ

ટીમને સપોર્ટ કરવા માટે બેનર પણ લઈ જઈએ છીએ
આપણી ક્રિકેટ ટીમ અમદાવાદમાં હોય અને તેને સપોર્ટ ન કરીએ તે કેમ ચાલે. જ્યારે પણ શહેરમાં ઈન્ટરનેશનલ લેવલની મેચ હોય ત્યારે અમે ટીશર્ટ કેપની સાથે બેનર પણ તૈયાર કરીએ છીએ. વી સપોર્ટ ઈન્ડિયા કે આઈ લવ ઈન્ડિયાના બેનર હોય એટલે સ્ટેડિયમમાં માહોલ જ કંઈક અલગ જામે છે. અંતે તો એકબીજાને મેચમાં પ્રોત્સાહિત કરવાનો જ હેતુ હોય છે.
-ચંદ્રેશ પટેલ,નવરંગપુરા

​​​​​​​નોર્મલ દિવસો કરતાં મેચ વખતનો માહોલ અલગ હોય છે
ઈન્ટરનેશનલ લેવલની ક્રિકેટ મેચ ઘણા વર્ષો પછી અમદાવાદમાં આવી રહી છે તેમાં પણ ટી-20ને લઈને અમદાવાદના ફેન જબરજસ્ત ઉત્સાહમાં છે. ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધારવા તેઓ ટીશર્ટ-કેપ પહેરતાં હોય છે. આ દિવસોમાં નોર્મલ દિવસો કરતાં 80 ટકા ડિમાન્ડ વધી જતી હોય છે. સ્પોર્ટસ વેર ઉપરાંત બેટ,બોલ સ્ટમ્પ અને શૂઝની ડિમાન્ડ 60 ટકા વધી છે. આમ પણ અમદાવાદ હવે ઈન્ટરનેશનલ ઈવેન્ટસ માટેનું હબ બન્યું છે ત્યારે આ ડિમાન્ડ સ્વાભાવિક છે. - વિક્રાંત ગુલાટી, ફોર્ચ્યૂન સ્પોર્ટસ,સીજી રોડ

ઘર આંગણે મોટા સ્ટેડિયમમાં રમાશે તેનો ઉત્સાહ છે
અમારા જેવા ક્રિકેટ ફેન્સનો ઉત્સાહ આ વખતે એટલે વધારે છે કેમ કે આપણા ઘર આંગણે સૌથી મોટા અને ગૌરવ લઈ શકાય તેવા સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. અમે આ માટે ગ્રુપમાં ભરપૂર તૈયારીઓ કરી છે. ગ્રુપમાં ટીશર્ટ અને કેપ સાથે જઈશું આ સાથે ઈન્ડિયાને સપોર્ટ કરતાં બેનર પણ તૈયાર થઈ રહ્યાં છે. બસ હવે મેચ શરૂ થાય એટલે અમે આ કામ કરીશું. ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાથી પરિણામ પોઝિટિવ મળે છે. - ઉત્તમ પટેલ,મણિનગર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો