તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિકની સમસ્યા:2 લાખ લોકોની અવર-જવર ધરાવતા નરોડા પાટિયા ઓવરબ્રિજનું કામ ઝડપથી શરૂ થાય તેવી માંગણી

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
શહેરના મહત્ત્વના વિસ્તારોમાં જવા માટે લોકો આ સર્કલ પાસેથી પસાર થાય છે. ત્યારે આ સર્કલ પરનો બ્રિજ સત્વરે બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગણી છે. - Divya Bhaskar
શહેરના મહત્ત્વના વિસ્તારોમાં જવા માટે લોકો આ સર્કલ પાસેથી પસાર થાય છે. ત્યારે આ સર્કલ પરનો બ્રિજ સત્વરે બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગણી છે.
 • નરોડા પાટિયા સર્કલ પરથી શહેરના વિવિધ વિસ્તારોમાં જવા લોકો પસાર થાય છે, જ્યાં ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે
 • તમામ દિશામાં જવા માટે આ સર્કલ પરથી શહેરના લોકો પસાર થાય છે

અમદાવાદ: શહેરમાં આગામી 2021-22ના બજેટમાં જે 14 નવા ઓવરબ્રિજ બનાવવાની જોગવાઈ છે તેમાં નરોડા ફ્લાય ઓવરબ્રિજ પણ બનાવાશે. રોજના 2 લાખ કરતા વધારે વાહનો નરોડા પાટિયાથી ચારેય દિશામાં અવર જવર કરે છે. સમગ્ર અમદાવાદમાં અહીથી વાહનીની આવન-જાવન થાય છે ત્યારે શહેરીજનોની માંગણી છે કે હવે અહીં તંત્ર દ્વારા ઓવરબ્રિજ બનાવવાની જોગવાઈ થઈ છે ત્યારે સત્વરે કામકાજ શરૂ થાય. નરોડા પાટિયાથી એક તરફ બાપુનગર, વસ્ત્રાલ થઈ નારોલ તરફ લોકો જતા હોય છે તો ગીતા મંદિર થઈ પશ્ચિમ તરફ આવવાવાળા પણ મોટી સંખ્યામાં છે. એવી જ રીતે એક માર્ગ ચિલોડા થઈ હિંમતનગર અને મોડાસાને પણ કવર કરે છે ત્યારે જો આ મહત્વના સર્કલ પર ઓવરબ્રિજ ઝડપથી બને તો ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવે.

સર્કલ પરથી મહત્ત્વના વિસ્તારોમાં જવાય છે ઉપરાંત બીઆરટીએસ પણ અહીંથી પસાર થતાં ટ્રાફિક વધુ
નરોડા પાટિયા ટ્રાફિકની જે સમસ્યા થાય છે તે વર્ષોથી છે કેમ કે અહીં સર્કલ પર ચારેય તરફ મહત્વનાં વિસ્તારોમાં જવાય છે. એટલે લોકોની અવર જવર વધુ હોય છે. 2 લાખ વાહનચાલકો અહીંથી પસાર થતાં હોય છે. એટલે અહીં આ સમસ્યાનું નિરાકરણ આવવું જ જોઈએ. આ ઉપરાંત ગુજરાત એસટીની બસો પણ આ સર્કલ પરથી જતી હોય છે અને કૃષ્ણનગર બસસ્ટેશન પણ પાસે જ અાવેલું હોવાથી બસનો ટ્રાફિક પણ રહેતો હોય છે. આ તમામ રીતે જોતાં અહીં ઓવરબ્રિજ ઝડપથી બનવો જોઈએ. નેલ્સન ક્રિશ્ચ્યન, નરોડા

અન્યની જેમ બે વર્ષે બ્રિજ બને તો મુશ્કેલીઓ વધશે
નરોડા-નારોલ નેશનલ હાઈવે પર ઓલરેડી બે ઓ‌વરબ્રિજ બની રહ્યાં છે. ત્યારે આ બ્રિજના કામ પહેલાં જ નરોડા પાટિયા ખાતે ઓવરબ્રિજ તૈયાર કરવાની જરૂર હતી. કેમ કે અહીં ખરા અર્થમાં વધારે વાહનો આવતાં જતાં હોય છે. હવે તંત્રએ મોડે મોડે પણ બ્રિજ બનાવવાની વાત કરી છે ત્યારે ઝડપથી કામ શરૂ થાય તેમાં જ લોકોનું હિત સમાયેલું છે. જો અન્ય બ્રિજની જેમ અહીં પણ બે વર્ષે બ્રિજ બનશે તો લોકોની મુશ્કેલીઓ વધશે અને ફરિયાદો પણ. આમ તંત્ર સફાળું જાગે અને કામ શરૂ કરે તે મહત્વનું છે. વિરેન્દ્ર ગવાંડે, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો