• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Demand For Self Finance School Management Body To Minister Of Education To Start Offline Classes From Std 1 To 5 After Under Control Of Corona

સ્કૂલ શરૂ કરવા માગ:કોરોના કાબૂમાં આવતા ધોરણ 1થી 5 સુધીના ઓફલાઈન વર્ગ શરૂ કરવા શિક્ષણ મંત્રીને સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળની માગ

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આરોગ્યના નિષ્ણાતના અભિપ્રાય મુજબ હવે કોરોનાની નવી લહેર આવવાની સંભાવના નહીવત
  • વિશાળ વાલી સમૂદાય પણ પોતાના બાળકોના અભ્યાસ માટે ચિંતિત છે

કોરોના કેસ વધતા શિક્ષણ ઓનલાઈન શરૂ કરવામાં આવ્યું હતું. જે કેસ નિયંત્રણમાં આવતા ફરીથી ઓફલાઈન શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ ધોરણ 1થી 5ના વર્ગ હજુ ઓનલાઈન ચાલી રહ્યા છે. ત્યારે શિક્ષણ મંત્રી સમક્ષ સંચાલક મંડળે વર્ગ ઓફલાઈન શરૂ કરવા માંગણી કરી છે. હાલ સ્થિતિ સામાન્ય છે તો વર્ગ ઓફલાઈન શરૂ કરવા જોઈએ તેવી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે માંગણી કરી છે.

કોરોનાની નવી લહેર આવવાની શક્યતા નહીંવત
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, અત્યારે કોરોનાની સ્થિતિ ખૂબ કંટ્રોલમાં છે. ખૂબ વ્યાપક પ્રમાણમાં રસીકરણ પણ થયું છે. ઉપરાંત આરોગ્યના નિષ્ણાતના અભિપ્રાય મુજબ હવે કોરોનાની નવી લહેર આવવાની સંભાવના નહીંવત છે અને બાળકોમાં પણ કોરોનાનો કોઈ ખતરો નથી તેવું સ્પષ્ટ છે. ત્યારે હવે ધોરણ 1થી 5ના ઓફલાઈન વર્ગ શરૂ કરવા એ બાળકો અને શિક્ષણના હિતમાં છે. વિશાળ વાલી સમૂદાય પણ પોતાના બાળકોના અભ્યાસ માટે ચિંતિત છે અને અનેક વાલીઓ પણ પોતાના બાળકોને શાળામાં મોકલવા સાથે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે.

શિક્ષણના હિતમાં નિર્ણય લેવા માગ
દિવાળી પહેલા શાળાઓ શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને પૂર્વવત્ નોર્મલ શિક્ષણમાં ઢાળી શકાશે. બીજું સત્ર પણ ત્યારબાદ વધુ સારી રીતે કાર્યરત કરી શકાશે. વિશાળ વાલી સમુદાય, વિદ્યાર્થીઓ અને શિક્ષણના હિતમાં ત્વરિત નિર્ણય કરવા સંચાલક મંડળે વિનંતી કરી છે.

અન્ય સમાચારો પણ છે...