તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહામારીની મજબૂરીમાં બેફામ લૂંટ:અમદાવાદના ઇસનપુર સ્મશાનમાં અસ્થિ માટે પણ રૂ.500ની માગણી, એક મૃતકના સગાએ વીડિયો ઉતારી વહેતો કર્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 200 આપવા તૈયારી દર્શાવી પણ સ્મશાનના કર્મીએ 500 મળે તો જ અસ્થિ કાઢી આપવાની જીદ પકડી

શહેરના અનેક સ્મશાનગૃહમાં મૃતકના સગા પાસેથી નાણાં પડાવીને તેમની અંત્યેષ્ટિ માટે લાકડાં ગોઠવવા, અસ્થિ લેવા જેવી કામગીરી કરી આપતાં હોવાની ફરિયાદો વારંવાર ઉઠે છે. જોકે ઇસનપુરમાં આવેલા સ્મશાનગૃહમાં એક મૃતકના સગાને સ્પષ્ટ કહેવાયું કે, રૂ. 500 આપશો તો જ તમને અસ્થિ લેવા દઇશું. આ વીડિયો વાયરલ થતાં ભારે હોબાળો મચ્યો છે.

ઇસનપુરના સ્મશાનગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ગયેલા પરિવાર પાસે ત્યાંના કર્મચારીએ અસ્થિ લેવા માટે રૂ.500ની માગણી કરતા પરિવારના સભ્યે વીડિયો ઉતારી લઇ વાયરલ કર્યો હતો. જેમાં, કોન્ટ્રાક્ટનો કર્મચારી રૂ. 500 જ માગે છે. તેઓ રૂ. 200 આપવા તૈયાર હોવા છતાં તે લેવાની કર્મચારી ના પાડી એવું જણાવે છે કે, મારે બહારથી માણસો લાવીને કામ કરાવવું પડે છે તેમને હાજરી તો આપવી પડેને? તેણે એવું પણ બેધડક કહ્યું હતું કે, કોર્પોરેશન કર્મચારીઓને પૈસા જ ક્યાં આપે છે? જો 500 નહી આપો તો અસ્થિ નહી કાઢી આપીએ. રૂમાલમાં રૂ.200 મૂક્યા પછી બીજા 200 આપવા તૈયાર હોવા છતાં પણ આ કર્મચારી રૂ. 500 જ માગે છે. અગાઉ સિવિલમાં મૃતકોના શરીર પરથી દાગીનાની ચોરીના કિસ્સા બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...