તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ક્લાસિસની જેમ સ્કૂલોમાં ધો.9થી 12ના વર્ગ ફરી શરૂ કરવા માગણી

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્યૂશન ક્લાસીસની સરખામણીએ સ્કૂલો પાસે વધુ જગ્યા હોવાથી સોશિયલ ડિસ્ટન્સ બહેતર રીતે જળવાવાની સ્કૂલ સંચાલકોની દલીલ

ટ્યૂશન ક્લાસની માફક સ્કૂલોમાં પણ ધો.9થી 12ના વર્ગો શરૂ કરવાની સ્કૂલ સંચાલકોએ માગ કરી છે. કારણ કે આ પહેલા સરકારે ધો.9 ઉપરના ધોરણો માટે ટ્યૂશન ક્લાસીસ શરૂ કરવાની મંજૂરી આપી હતી. પરંતુ સંચાલકોનો તર્ક છે કે, ક્લાસીસ કરતા સ્કૂલો પાસે પૂરતા પ્રમાણમાં જગ્યા છે, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાશે. આ સ્થિતિમાં ટ્યૂશન ક્લાસીસની સાથે સ્કૂલોને ધો.9થી 12ના વર્ગો શરૂ કરવાની મંજૂરી સરકારે આપવા માંગ કરી છે.

સંચાલકોના જણાવ્યા પ્રમાણે, સરકારે જો ટ્યૂશન ક્લાસીસને મંજૂરી આપી શકે છે તો સ્કૂલોને પણ આપવી જોઇએ. કારણ કે ટ્યૂશન ક્લાસ કરતા સ્કૂલો પાસે વર્ગો અને ફેસિલિટી વધારે હોય છે. ઉપરાંત ઓનલાઇન એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓને ન સમજાયેલા મુદ્દા સ્કૂલમાં ઉકેલવાને બદલે વાલી પોતાના બાળકોને ક્લાસીસમાં વધારે પૈસા ખર્ચ કરીને મોકલશે. આ સ્થિતિ ઉભી ન થાય તે માટે સ્કૂલોમાં ઓફલાઇન ક્લાસ શરૂ થવા જોઈએ.

સરકારે હજુ સુધી મંજૂરી આપી નથી
અમે ધો.9થી 12 શરુ કરવાની માગ કરી હતી. પરંતુ સરકારે કોઇ વિચારણા અંતર્ગત સ્કૂલોને મંજૂરી આપી નથી. જ્યારે કે ફેસિલિટીની તુલનામાં ક્લાસીસ કરતા સ્કૂલોમાં સારી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહેશે. - ભરત ગાજીપરા, પ્રમુખ, ખાનગી સ્કૂલ સંચાલક મંડળ

અન્ય સમાચારો પણ છે...