તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની બીજી લહેર ઘાતક:વાયરસનો સ્ટ્રેન બદલાતાં રેમડેસિવિર ઇન્જેક્શનની માગ વધી, 30થી 50 વર્ષના લોકો વધુ સંક્રમિત, ચેઇન તોડવા ફરી 21 દિવસનું લોકડાઉન જરૂરીઃ IMA

રાજકોટએક મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
રાજકોટ IMAના પ્રમુખ ડો. પ્રફુલ કમાણી.
  • ફરી 21 દિવસનું લોકડાઉન આપવા IMAએ સરકારમાં રજૂઆત કરી
  • પ્રથમ લહેર કરતાં બીજી લહેરમાં મૃત્યુઆંક 10 ગણો વધ્યો હોવાનું તબીબોનું અનુમાન
  • પ્રથમ લહેરમાં 1000 દર્દીએ 10 દર્દીનાં મોત થતાં, આજે 1000 દર્દીએ 100નાં મોત થાય છે

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં ખૂબ જ હરણફાળ ગતિથી કોરોનાના કેસ અને મૃત્યુઆંક વધતા જોવા મળી રહ્યા છે. આ સાથે બીજી લહેરમાં સંક્રમણ વધતાં રેમડેસિવિર ઇન્જેક્શનની પણ માગ ખૂબ જ વધી છે, જેની પાછળનું મુખ્ય કારણ વાયરસે બદલાવેલા પોતાના સ્ટ્રેન તબીબો માની રહ્યા છે. હાલ ચાલી રહેલી કોરોનાની બીજી લહેરમાં 30 વર્ષથી 50-55 વર્ષ સુધીના લોકો સંક્રમિત થવાનું પ્રમાણ વધુ સામે આવી રહ્યું છે, જેથી રેમડેસિવિર ઇન્જેક્શનની માગ વધી છે અને અછત સર્જાય છે. કોરોનાની ચેઇન તોડવા માટે હાલ ફરી 21 દિવસનું લોકડાઉન કરવાની જરૂર છે. આ અંગે IMAએ સરકારને પણ રજૂઆત કરી છે.

30થી 50 વર્ષના લોકો વધારે સંક્રમિત
રાજકોટ IMAના પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, જેમાં યુવાનો એટલે કે 30 વર્ષથી લઇ 50-55 વર્ષીય સુધી લોકો સંક્રમિત થઇ રહ્યા છે, અન્ય ઇન્જેક્શનની સરખામણી રેમડેસિવિર સસ્તાં અને સારવારમાં અસરકારક છે, તેથી એનો ઉપયોગ વધ્યો છે. આ સાથે ઇન્જેક્શનનાં કાળાં બજાર અને અછતને ધ્યાનમાં રાખી દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલને જ પડતર ભાવથી ઇન્જેક્શન આપવા સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આમ છતાં ક્યાંક દર્દીઓ અને તબીબો પરેશાન થતા હોવાનું જણાવ્યું હતું.

રેમડેસિવિર ઇન્જેક્શનની અછતથી દર્દીઓ અને ડોક્ટરો પરેશાન થાય છે (ફાઇલ તસવીર).
રેમડેસિવિર ઇન્જેક્શનની અછતથી દર્દીઓ અને ડોક્ટરો પરેશાન થાય છે (ફાઇલ તસવીર).

ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં દર્દીનું ઝડપી મોત
બીજી લહેર દરમિયાન કોરોના સંક્રમણની સાથે સાથે મૃત્યુઆંક વધ્યો છે, જેમાં દર્દીને લંગ્સમાં વધુપડતી તકલીફ થવાથી નુકસાન થાય છે અને ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવાથી શ્વાસ ચડવાથી દર્દી મૃત્યુ પામતા હોવાનું સામે આવે છે, જેમાં પણ 30 થી 50-55 વર્ષીય દર્દીનો વધુ સમાવેશ થાય છે, જેની સારવાર માટે ઓક્સિજન ન મળતો હોય અથવા વેન્ટિલેટરની જરૂરિયાત સર્જાય તો ટોસિલિઝુમેબ નામનું ઇન્જેક્શન આપવામાં આવતું હોવાનું IMAના પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ જણાવ્યું હતું. જોકે આ ઇન્જેક્શન કિંમતમાં ખૂબ જ મોંઘું હોવાથી ખૂબ જ ગંભીર સ્થિતિ પર દર્દી પહોંચે બાદમાં જ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

IMAએ ફરી લોકડાઉન કરવા સરકારને રજૂઆત કરી છે (ફાઇલ તસવીર).
IMAએ ફરી લોકડાઉન કરવા સરકારને રજૂઆત કરી છે (ફાઇલ તસવીર).

રાજકોટમાં વુહાન જેવી સ્થિતિ સર્જાય તો નવાઇ નહીં
હાલ રાજકોટની સિવિલ, પ્રાઇવેટ હોસ્પિટલ તેમજ કોવિડ કેર સેન્ટરો પર કોઇ જગ્યાએ બેડની વ્યવસ્થા ન હોવાથી તંત્ર અને આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયાં છે. સમયાંતરે તંત્ર દ્વારા તબીબો સાથે બેઠક પણ કરવામાં આવતી હોય છે. રાજકોટ IMAના પૂર્વ પ્રમુખ ડો.અતુલ પંડ્યાએ જણાવ્યું હતું કે હાલ રાજકોટની સ્થિતિ ખૂબ જ ભયાનક છે. ચાઇનાના વુહાન જેવી સ્થિતિ સર્જાય તો નવાઇ નહીં માટે હાલની પરિસ્થિતિ જોતાં કોરોના ચેઇન તોડવી પ્રથમ આવશ્યકતા છે અને એ માટે લોકડાઉન એ જ વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. ફરી 21 દિવસના લોકડાઉનની માગ IMA દ્વારા સરકારમાં કરવામાં આવી છે જે અંગે ગુરુવારના રોજ મીટિંગ મળ્યા બાદ નિર્ણય લેવામાં આવી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો