કવાયત:LRD ખાલી જગ્યા માટે રિવાઇઝ મેરિટ લિસ્ટ જાહેર કરવાની માગ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ચૂંટણીની જાહેરાત પહેલાં ભરતી પૂરી કરવાની બોર્ડની કવાયત

લોક રક્ષક દળનું અંતિમ મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ શનિવારે મેરિટમાં સમાવેશ થયેલા તમામ ઉમેદવારોને ઓર્ડર વિતરણ કરાયા હતા. પરંતુ ઉમેદવારોએ માંગ કરી છે કે, જે ઉમેદવારો પોતાના ઓર્ડર લેવા આવ્યા નથી, જે ખાલી જગ્યાઓને ધ્યાને લઇને ભરતી બોર્ડે રિવાઇઝ મેરિટ લિસ્ટ જાહેર કરવું જોઇએ. જેથી જે ઉમેદવારો માત્ર અમુક પોઇન્ટને કારણે અંતિમ મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવી શક્યા નથી તેઓને ફાયદો થઇ શકે.

સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ એક્સપર્ટ બિપીન ખંડવીએ જણાવ્યું હતું કે, હાલમાં જાહેર થયેલા મેરિટ લિસ્ટ અને ઓર્ડર આપ્યા બાદ ઘણા ઉમેદવારો એવા હશે કે જેઓ પીએસઆઇમાં પસંદ થયા હોવાથી ઓર્ડર લેવા આવ્યા નથી. જે ઉમેદવારો ઓર્ડર લેવા આવ્યા નથી તેઓની જગ્યા ખાલી માનીને રિવાઇજ મેરિટ લિસ્ટ જાહેર થાય તો જરૂરિયાતમંદ ઉમેદવારોને લાભ મળશે. જો સરકાર રિવાઇઝ મેરિટ લિસ્ટ જાહેર કરવાની સુચના આપે તો જે બેકે ત્રણ પોઇન્ટથી મેરિટમાં આવતા રહી ગયા હોય તેઓને લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...