પ્રાથમિક શિક્ષક સંઘની માગ:ધો.1થી 9ની સ્કૂલો ઓફલાઇન બંધ હોવાથી શાળા મૂલ્યાંકન સ્થગિત કરવા માંગણી

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોરોનાને કારણે ધોરણ 1 થી 9ની સ્કૂલો ઓનલાઇન ચાલી રહી છે, જ્યારે ધોરણ 10 થી 12ના વર્ગ માં ઓનલાઇનનો વિકલ્પ છે ત્યારે પ્રાથમિક સ્કૂલોમાં ગુણોત્સવ અંતર્ગત શાળા મૂલ્યાંકન કરવામાં આવવાનું છે. સ્કૂલો ઓનલાઇન હોવાથી વિદ્યાર્થીઓ પણ હાજર નથી. જેથી તટસ્થ મૂલ્યાંકન ના થઇ શકે માટે હાલ પુરુતું મૂલ્યાંકન સ્થાગિત રાખવા માંગણી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે GCERT(ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ)ના નિયામકને પત્ર લખીને જણાવ્યું છે કે ગુજરાતમાં 8 જાન્યુઆરીથી ઓફલાઇન શિક્ષણ સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના GSQAC(ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રિડિએશન કાઉન્સિલ) દ્વારા સ્કૂલોમાં ઇન્સ્પેકટર દ્વારા ગુણોત્સવ અંતર્ગત મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે, જેના આધારે ગુણોત્સવના ગ્રેડ નક્કી થાય છે. હાલ સ્કૂલ ઓનલાઇન હોવાને કારણે તટસ્થ મૂલ્યાંકન થઈ શકે તેમ નથી.

GCERTના નિયામકને પ્રાથમિક શિક્ષક સંઘે લખેલો પત્ર
GCERTના નિયામકને પ્રાથમિક શિક્ષક સંઘે લખેલો પત્ર

ઉપરાંત શહેરી વિસ્તારમાં કોવિડ વેક્સિનેશન, કોન્ટેક્ટ સ્ટ્રેસિંગની કામગીરીમાં શિક્ષકો છે અને મોટા પ્રમાણમાં શિક્ષકો પોઝિટિવ આવ્યા છે. જેથી ઓફલાઇન શિક્ષણ સંપૂર્ણ ચાલુ ના થાય ત્યાં સુધી શાળા મૂલ્યાંકન સ્થગિત રાખવા યોગ્ય વિચારણા કરવી જોઈએ..

અન્ય સમાચારો પણ છે...