તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં જાગૃતતા વધી:કોરોનાને લીધે ગંભીર સ્થિતિ સર્જાતા ઓક્સિજન વધારતાં રૂમ પ્લાન્ટ અને આયુર્વેદિક છોડની માગમાં ભારે ઉછાળો

અમદાવાદ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • ફેફસાંમાં તકલીફથી મેડિકલ ઓક્સિજનની જરૂર પડે છે પણ લોકો નર્સરી પર દોડતા થયા
 • રૂમની હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારે તેવા પ્લાન્ટ લોકો મુકતા થયા

કોરોના સંક્રમણના સમયમાં ઓક્સિજનની ગંભીર સ્થિતિ સર્જાઇ છે ત્યારે લોકોને હવે ઓક્સિજનની કિંમત સમજાવા લાગી છે. શહેરની આસપાસની નર્સરીઓમાં મોટા પ્રમાણમાં રૂમમાં રાખી શકાય અને ઓક્સિજ શુદ્ધ કરતાં કે વધારે માત્રામાં ઓક્સિજન આપતાં છોડની માગ વધી છે. ફેફસાંમાં સંક્રમણને કારણે ખરેખર તો મેડિકલ ઓક્સિજનની જરૂર પડે છે. પરંતુ હાલની સ્થિતિને ધ્યાને લઇ ઘરમાં પણ સ્વચ્છ ઓક્સિજન મળી રહે તે માટે લોકો રૂમમાં રાખી શકાય તેવા પ્લાન્ટ વસાવવા નર્સરીના આંટા મારી રહ્યા છે.

આ ઉપરાંત આયુર્વેદિક છોડની પણ માગ હાલમાં વધી છે. શહેરની વિવિધ નર્સરીઓમાં આવા આયુર્વેદિક છોડ માટે પણ નાગરિકો પૂછપરછ કરી રહ્યા છે. સામાન્ય રીતે રૂમમાં રાખવાના પ્લાન્ટને કારણે ઘરમાં રહેલા કાર્બન ઉત્સર્જનોનો નાશ થાય છે. તેમજ રૂમની હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે. ખાસ કરીને મની પ્લાન્ટ જેવો છોડ તો પાણીમાં જ ઉગી જાય છે અને તે મહત્તમ ઓક્સિજન આપી રૂમને ઓક્સિજ રીચ રાખે છે.

રૂમ પ્લાન્ટની માગ

 • આરીકા પામ
 • સેન્સી વેરીયા(નાગફણી)
 • સોંગ ઓફ ઇન્ડિયા
 • સ્મેથી ફાયલમ
 • મની પ્લાન્ટ

આયુર્વેદિક છોડ

 • અરડુસી
 • ગળો
 • ડોડી
 • તુલસી (અલગ અલગ પ્રકારની)
 • કુંવારપાઠું

મ્યુનિ. નર્સરી આયુર્વેદિક છોડ ફ્રીમાં આપે છે
મ્યુનિ.ની નર્સરીમાંથી આયુર્વેદિક છોડ મફત અપાય છે. હાલ ઇન્ક્વાયરી વધી છે. ઘરમાં રખાય તેવા પ્લાન્ટની પણ માગ વધી છે. જોકે મ્યુનિ.આવા છોડ આપતી નથી. - જીજ્ઞેશ પટેલ, ડાયરેક્ટર ગાર્ડન વિભાગ

રૂમ પ્લાન્ટની માગમાં મોટો વધારો થયો
હાલ નર્સરી બંધ છે પણ મોટી સંખ્યામાં લોકો ફોન કરી ઘરમાં ઓક્સિજન વધારતા છોડની માગ કરે છે. આગામી દિવસોમાં તેની મોટી માગ રહે એવું લાગી રહ્યું છે. - સંજય ચૌધરી, આનંદ નર્સરી, રાયસણ

ઘરમાં રખાતા પ્લાન્ટના વેચાણમાં વધારો
આર્યુવેદમાં ઉપયોગમાં આવતાં છોડ અને ઘરમાં રાખવાના પ્લાન્ટની હાલ માગ જોવાઇ રહી છે. નાગરિકો દ્વારા ફોન પર તેની પૂછપરછ કરવામાં આવે છે. - કાર્તિક પટેલ, સનરાઇઝ નર્સરી, પીરાણા

અન્ય સમાચારો પણ છે...