માગણી:સસ્તા અનાજની દુકાનો પરની કામગીરી રોટેશનમાં આપવા માગ

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવા ઓર્ડર ઇશ્યૂ ન થતા હોવાનો આરોપ

સસ્તા અનાજની દુકાનો પર શરૂ થનારા વિતરણમાં શિક્ષકોને રોટેશન પ્રમાણે કામગીરી ન અપાતી હોવાનો શિક્ષકોનો આક્ષેપ છે. શિક્ષકોના મતે નવા ઓર્ડર ઇશ્યૂ ન કરવા પડે તથા નામમાં ફેરફાર ન કરવા પડે તે માટે દર વખતે એક જ શિક્ષકોને કામગીરી સોંપવામાં આવે છે. જ્યારે કે નિયમ પ્રમાણે શિક્ષકોને કામગીરી રોટેશન પ્રમાણે આપવાની હોય છે. તેના કારણે ઘણા શિક્ષકોને કોઇ કામગીરીમાં શામેલ જ કરવામાં આવતા નથી.
એક શિક્ષકે જણાવ્યું હતું કે, અનાજ વિતરણના પહેલા રાઉન્ડમાં જે શિક્ષકોને કામગીરી સોંપાઇ હતી તેમાંના જ ઘણા શિક્ષકોને ફરી ઓર્ડર કરાયા છે. 
ઘણા ખોટાં મેડિકલ સર્ટિ. જમા કરાવે છે
શિક્ષકોએ માંગ કરી છે કે ઘણા શિક્ષકોએ ખોટા મેડિકલ સર્ટિ જમા કરાવીને કામમાંથી રજા લીધી છે. સુપરવાઇઝર પણ આ શિક્ષકોને કંઇ કહી શકતા નથી. 

અન્ય સમાચારો પણ છે...