રજૂઆત:ઓનલાઇન શિક્ષણથી લખવાની ટેવ છૂટી જતાં પરીક્ષા ઓનલાઈન લેવાની માગણી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વાલીઓએ સ્કૂલોને રજૂઆત કરી કે પહેલી પરીક્ષા ઓફલાઈન ન લેશો

ઓનલાઇન શિક્ષણને કારણે બાળકોની લખવાની પ્રેક્ટિસ છૂટી જતા વાલીઓએ પરીક્ષા પણ ઓનલાઇન લેવાની રજૂઆત સ્કૂલોને કરી છે. ઓનલાઇન પરીક્ષામાં ગેરરીતિ થતી હોવાથી અને યોગ્ય મૂલ્યાંકન થતું ન હોવાથી સ્કૂલોએ વાલીઓને જાણ કરીને વધુ સંખ્યામાં વાલીની ઇચ્છા પ્રમાણે પરીક્ષાનું આયોજન કર્યું છે.

ઓનલાઇન એજ્યુકેશનમાં મોટાભાગનું કામ ઓનલાઇન કી-બોર્ડ દ્વારા થતું હોવાથી ઘણા વિદ્યાર્થીને લખવાની પ્રેક્ટિસ છૂટી ગઇ છે. હવેે સ્કૂલો ધીરે ધીરે શરૂ થઇ રહી છે અને બાળકો લખવાની પ્રેક્ટિસ કરી રહ્યાં છે ત્યારે વાલીઓની માગ છે કે પહેલી પરીક્ષા ઓનલાઇન લેવાય, ત્યારબાદ બાળકોને લખવાની પ્રેક્ટિસ થયા બાદ સ્કૂલ ઈચ્છે તે પ્રમાણે પરીક્ષા લઇ શકે છે. સંચાલકોના જણાવ્યા પ્રમાણે, વાલીઓને પરિણામની ચિંતા હોય છે. ઓનલાઇનમાં બાળકો ઘરેથી પરીક્ષા આપતા હોવાથી ગેરરીતિ કરીને ગુણ મેળવી લેતા હોય છે. તેથી સંચાલકો ઓફલાઇન પરીક્ષાનો જ આગ્રહ રાખે છે.

પ્રાથમિક સ્કૂલોમાં ઓનલાઇન પરીક્ષા
સંચાલકોના જણાવ્યા પ્રમાણે, મોટાભાગની સ્કૂલોએ પ્રાથમિક વિભાગમાં પરીક્ષા ઓનલાઇન જ લેવાનો નિર્ણય કર્યો છે. કારણ કે 50 ટકા હાજરીમાં એક સાથે ઓફલાઇન અને ઓનલાઇન બંને ફોર્મેટમાં પરીક્ષા લેવી શક્ય નથી. જેના કારણે સ્કૂલ સંચાલકોએ ઓનલાઇન જ પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું.

બાળકો ઝડપથી લખવાનું ભૂલી ગયા છે
ઘણા વાલીઓએ બાળકોની પરીક્ષા ઓનલાઇન લેવા માટે રજૂઆત કરી હતી, વાલીનો તર્ક હતો કે બાળકો હવે સ્પીડમાં લખી શકતા નથી. પરંતુ સીબીએસઇના નિયમ પ્રમાણે અમે માધ્યમિકમાં ઓફલાઇન જ્યારે પ્રાથમિકમાં વાલીઓની માગને ધ્યાને લઇને ઓનલાઇન પરીક્ષાનું આયોજન કર્યું હતું. - અમિત શાહ, આનંદ નિકેતન સ્કૂલ, મણિનગર

અન્ય સમાચારો પણ છે...