રજૂઆત:1 એપ્રિલ 2005 પહેલા નિમણૂક પામેલા શિક્ષકોને જૂની પેન્શન યોજવા આપવા માંગણી, 50,000 શિક્ષકોને આ લાભ મળશે

અમદવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક શિક્ષકો જૂની પેંશન યોજનાનો લાભ મેળવવા હકદાર છે

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે 1 એપ્રિલ 2005 પહેલા નિમણૂક પામેલા શિક્ષકો માટે જૂની પેંશન યોજનાની માંગણી કરી છે. ગુજરાત સિવાયના તમામ રાજ્યોમાં જૂની પેંશન યોજનાનો લાભ મળે છે ત્યારે ગુજરાતમાં પણ આ લાભ આપવા માંગણી કરવામાં આવી છે. આ યોજના 2005 પહેલાના શિક્ષકો માટે લાગુ કરવામાં આવે તો 50,000 શિક્ષકોને આ લાભ મળશે.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પત્ર લખીને રજુઆત કરી છે.પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં 1 એપ્રિલ 2005 પહેલા નોકરીમાં નિમણૂક પામેલા અને વર્ષીત પેંશન ગોજનમાં સમાવિષ્ટ શિક્ષકોના મોટા સમૂહને જૂની પેંશન યોજના બાબતમાં મોટો અન્યાય થઈ રહ્યો છે. 2005 પહેલા શિક્ષક સિવાયના તમામ સર્વગને અત્યારે જૂની પેંશન યોજનાનો લાભ મળી રહ્યો છે તો માત્ર શિક્ષકો સર્વગને ભેદભાવ કેમ કરવામાં આવે છે. કેટલાક કિસ્સામાં એક જ તારીખે નિમણૂક પામેલા કેટલાક શિક્ષકોમાંથી અમુકને જૂની પેંશન યોજનામાં તો કેટલાકને નવી પેંશન યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારતમાં ગુજરાત સિવાયના તમામ રાજ્યોમાં 1 એપ્રિલ 2005 પહેલા નિમણૂક પામેલા તમામ કર્મચારીઓનો સમાવેશ જૂની પેંશન યોજનામાં કરવામાં આવ્યો છે તો ગુજરાતના તમામ શિક્ષકોને આ લાભ મળવો જોઈએ. 1 એપ્રિલ 2005 પહેલા નોકરીમાં દાખલ થયા હોય તેવા પ્રાથમિક શિક્ષકો જૂની પેંશન યોજનાનો લાભ મેળવવા હકદાર છે. ગુજરાતના 50,000 જેટલા શિક્ષકો આ લાભથી વંચિત છે જેમને લાભ મળવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...