તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિપીટર્સનું શું થશે?:ગુજરાતમાં ધોરણ 10 અને 12ના 15.39 લાખ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું તો 4.91 લાખ રિપીટર્સની પરીક્ષા કેમ?

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રિપીટર્સ વિદ્યાર્થીઓનો નિર્ણય કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે લેવાશેઃ શિક્ષણમંત્રી
  • ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32400 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર રિપીટર્સ વિદ્યાર્થી નોંધાયા

કોરોનાના કપરા કાળમાં શિક્ષણને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે. વિદ્યાર્થીઓએ કરેલી મહેનતનું પરિણામ માસ પ્રમોશન રૂપે મળ્યું છે. રાજ્ય સરકારે પણ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન જાહેર કર્યું છે. ત્યારે બોર્ડની પરીક્ષાના ચાર લાખથી વધુ રિપીટર્સ વિદ્યાર્થીઓ માટે સરકારે હજી સુધી કોઈ નિર્ણય નહીં લેતા તેમને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. બીજી તરફ ધોરણ 10 અને 12ના 15.39 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું તો 4.91 લાખ રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા કેમ લેવામાં આવશે એવા સવાલો પણ ઉભા થયાં છે.

4.91 લાખ રિપીટર્સ વિદ્યાર્થીઓની માંગ
બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32 હજાર 400 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર જેટલા રિપીટર્સ વિદ્યાર્થી નોંધાયા હતા. સરકારે ધોરણ 10માં માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની જ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપ્યું હોવાની સ્પષ્ટતાં કરી હતી. પરંતુ ધોરણ 12ની પરીક્ષા રદ કરવાના નિર્ણયમાં એવી કોઈ સ્પષ્ટતાં કરાઈ નથી કે, માત્ર રેગ્યુલર વિદ્યાર્થીની જ પરીક્ષા રદ થશે કે રિપીટર્સ સહિતના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવામાં આવશે.શિક્ષણમંત્રીએ આ અંગે મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે, રિપીટર્સ વિદ્યાર્થીઓ માટે હજી કોઈ પણ નિર્ણય લેવાયો નથી. જે આગામી સમયમાં કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન આધારે લેવાશે.

ધોરણ 12ના માર્કસના આધારે વિદેશમાં પ્રવેશ આપવામાં આવે છે ( ફાઈલ ફોટો)
ધોરણ 12ના માર્કસના આધારે વિદેશમાં પ્રવેશ આપવામાં આવે છે ( ફાઈલ ફોટો)

41 કરોડથી વધુની ફી પરત કરવી પડશે
ધોરણ 10ના 8.50 લાખ વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 5.43 લાખ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહના 1.40 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જે તમામ વિદ્યાર્થીઓના વાલી પાસેથી સ્કૂલો દ્વારા ફી ઉઘરાવવા આવી છે. ઉપરાંત બોર્ડ દ્વારા પણ પરીક્ષા ફી ઉઘરાવવા આવી છે. બોર્ડ દ્વારા તો પરીક્ષા ફી પરત આપવામાં આવી શકે છે પરંતુ સ્કૂલમાં ભરેલી ફી થોડાંક અંશે પણ પરત આવી શકે તેવી શક્યતા નથી. કોરોનાના કપરાં સમયમાં કેટલાક વાલીઓએ આર્થિક સંકડામણ વચ્ચે ફી ભરી છે, પરંતુ આ ફી પણ વાલીઓના માથે જ પડી છે. બોર્ડ દ્વારા પરીક્ષાના યોજાઈ પણ પરીક્ષાના નામે લીધેલી રૂ. 41 કરોડ કરતાં વધુ ફી પરત કરવી પડશે.

પેપર ચેક કે અન્ય ખર્ચ પણ થશે નહીં
ખાનગી શાળાના સંચાલકે જણાવ્યું હતું કે બોર્ડમાં ભણતા કુલ વિદ્યાર્થીઓમાં 65 ટકા વિદ્યાર્થી અને 35 ટકા જેટલી વિદ્યાર્થિની હોય છે. બોર્ડ દ્વારા માટે વિદ્યાર્થીઓ પાસેથી જ પરીક્ષા ફી લેવામાં આવી છે. વિદ્યાર્થિનીઓ પાસેથી પરીક્ષા ફી લેવામાં આવતી નથી. જેથી 15 લાખ પૈકીની 35 ટકા વિદ્યાર્થિનીઓ છે, જેમની પરીક્ષા ફી લેવામાં આવી નથી..બોર્ડમાં આ વર્ષે પરીક્ષા બાદ પેપર ચેક કે અન્ય ખર્ચ પણ થશે નહીં જેથી બોર્ડ દ્વારા પરીક્ષા ફી પરત આપવામાં આવે તો યોગ્ય ગણાય.

કોરોનાના કપરાં સમયમાં વાલીઓએ આર્થિક સંકડામણ વચ્ચે ફી ભરી છે( ફાઈલ ફોટો)
કોરોનાના કપરાં સમયમાં વાલીઓએ આર્થિક સંકડામણ વચ્ચે ફી ભરી છે( ફાઈલ ફોટો)

રિપીટર્સને માસ પ્રમોશન માટે વિદ્યાર્થી સંગઠનની માંગ
ધોરણ 10 ના રિપીટર્સ વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે તે માટે અમદાવાદમાં NSUIના આગેવાનો અને કાર્યકરો PPE કીટ પહેરીને DEO કચેરી પહોંચ્યા હતા .DEO કચેરી બહાર NSUIના કાર્યકરોએ નારા લગાવ્યા હતા અને પરીક્ષા રદ કરવા વિરોધ પ્રદર્શન કર્યું હતુ. તેમણે PPE કીટ પહેરીને DEOને આવેદન આપ્યું હતું. NSUIના મહામંત્રી તૌશિત મકવાણાએ જણાવ્યું હતું કે કોરોના વચ્ચે રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. ત્યારે રિપીટર્સ​​​​​​​ વિદ્યાર્થીઓની પરીક્ષા પણ રદ કરવામાં આવે. પરીક્ષા રદ નહિ થાય તો આગામી સમયમાં DEO અને શિક્ષણ મંત્રીનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.