રાજ્યમાં 2015થી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પ્રવાસી શિક્ષકોની ભરતી શરૂ કરવામાં આવી હતી, પરંતુ પ્રવાસી શિક્ષકોની ભરતી થઈ ત્યારથી અત્યાર સુધી તેમના વેતનમાં વધારો થયો નથી. જેથી શાળા સંચાલક મંડળ દ્વારા પ્રવાસી શિક્ષકોના વેતનમાં વધારો કરવા માંગણી કરવામાં આવી છે.
પ્રવાસી શિક્ષકોને હાલ રૂ.540 સુધી વેતન મળે છે
રાજ્યમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યા ભરવા માત્ર સ્ટોપ ગેપ એરેજમેન્ટ દ્વારા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. રાજ્યમાં 2015થી જ લેક્ચર દીઠ માનદ વેતનના આધારે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિકના શિક્ષકોને પ્રતિ દિવસ 300, માધ્યમિકના શિક્ષકોને 450 અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોને 540 રૂપિયા વેતન નક્કી કરવામાં આવ્યું હતું. હજુ સુધી આ વેતન જ ચુકવવામાં આવે છે.
900 રૂપિયા પ્રતિ દિન વેતનની માંગણી
પ્રવાસી શિક્ષકોના વેતનમાં વધારો કરવા રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રી પાસે માંગણી કરી છે જેમાં પ્રાથમિકમાં શિક્ષકોને 300ની જગ્યાએ 450, માધ્યમિક શિક્ષકોને 450ની જગ્યાએ 600 અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને 540ની જગ્યાએ 900 રૂપિયા પ્રતિ દિન વેતન આપવામાં આવે. 6 વર્ષ અગાઉ પગરનો દર નક્કી કરવામાં આવ્યો હતો તે હજુ યથાવત જ છે પરંતુ મોંઘવારી વધી છે તે પ્રમાણે પગરનો દર વધવો જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.