• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Demand For Inclusion Of Constable Level Employees Of Motor Transport Section In High Court, Application Process For Recruitment On The Basis Of Promotion.

PSI ભરતી મુદ્દે વધુ એક અરજી:મોટર ટ્રાન્સપોર્ટ સેક્શનના કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓની હાઈકોર્ટમાં અરજી,પ્રમોશનના આધારે ભરતી પ્રક્રિયામાં સમાવેશ કરવા માંગ

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ભરતી બોર્ડ સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી

રાજ્યમાં PSIની ભરતીને લઈને હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. પોલીસ વિભાગમાં MT એટલે કે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં કામ કરતાં કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી કરી છે. જેમાં માંગ કરવામાં આવી છે કે તેમને પ્રમોશનના આધારે તેમનો ભરતી પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવે અને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવાની પરવાનગી આપવામાં આવે. અગાઉ અલગ અલગ મુદ્દાના આધારે 2 અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે આ ભરતી પ્રક્રિયાને પડકારતી ત્રીજી અરજી કરવામાં આવી છે. જે મામલે હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ભરતી બોર્ડ સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે.

હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો
પોલીસ ખાતામાં MT સેક્શનમાં કામ કરતા કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓએ રજુઆત કરી છે કે, 23 મેના રોજ લેવાનાર ફિઝિકલ અને 26મીના રોજ લેવાનાર મુખ્ય પરીક્ષામાં બેસવાની છૂટ આપવામાં આવે, એટલે કે PSIની ભરતીમાં પ્રમોશનના આધાર પર તેમને લેવામાં આવે.કોન્સ્ટેબલ તરીકે ભરતી થઈ હોય અને લાયકાતના વર્ષ પૂર્ણ કર્યા હોય તો પરીક્ષામાં બેસવા દેવામાં સરકારને શું વાંધો હોઈ શકે, તે અંગે કોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે. જે અંગે 16 મેના રોજ સુનવણી હાથ ધરવામાં આવશે.

કુલ 88,880 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા
અગાઉ PSI ભરતી મામલે એક્સ આર્મીમેનને ભરતી પ્રક્રિયામાં થયેલ અન્યાય અંગેની અરજી દાખલ કરવામાં આવી છે. ઉપરાંત કુલ જગ્યાની સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરિટમાં સમાવેશ નથી કરવામાં આવ્યો, જેથી GPSC પેટર્ન પ્રમાણે જે-તે કેટેગરી પ્રમાણે એટલે કે ST, SC OBC અને બિનઅનામત વર્ગના ઉમેદવારોની કેટેગરી અનુસાર કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવા માટે દાદ માંગવામાં આવી છે. 6 માર્ચ 2022ના રોજ PSIની ભરતી માટે પ્રિલિમીનરી પરીક્ષા યોજાઇ હતી કુલ 1382 જગ્યા માટે 88,880 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. જ્યારે ભરતી બોર્ડે જારી કરેલા પરિણામમાં 4311 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલીફાઇ જાહેર થયા છે.

અન્ય સમાચારો પણ છે...