NSUIની માંગ:દિવાળીના 5 દિવસ રીવરફ્રન્ટ, કાંકરિયા જેવા ફરવા લાયક સ્થળ પર વિના મુલ્યે પ્રવેશ આપવા માંગણી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીના પર્વમાં એક અઠવાડિયા જેટલો સમય રજાનો માહોલ છે ત્યારે આ રજાના મુખ્ય 5 દિવસમાં લોકો અલગ અલગ જગ્યાએ ભરવા જાય છે ત્યારે લોકો માટે અમદાવાદનું રિવરફ્રન્ટ, કાંકરિયા જેવા ફરવા લાયક તમામ સ્થળો પર વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવે તેવી NSUIએ માંગણી કરી છે.

રિવરફ્રન્ટ અને કાંકરિયામાં પ્રવેશ માટે ફી લેવામાં આવે છે ત્યારે દિવાળીના તહેવાર દરમિયાન અમદાવાદમાં ફરવા લાયક સ્થળો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક છે અને જ્યાં ફી લેવામાં આવે છે તેવી તમામ જગ્યાઓ પર ફી લીધા વિના વિના મુલ્યે લોકોને પ્રવેશ આપવામાં આવે તેવી NSUIએ અમદાવાદના મેયર પાસે માંગણી કરી છે. ઉપરાંત દિવાળીમાં અમદાવાદને શણગારવામાં આવે અને તમામ જાહેર સ્થળો પર નિયમ સાથે લોકોને વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...