તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલી VS સંચાલક:25 ટકા નહિ 50 ટકા ફી માફ કરો: વાલી મંડળની માગ; કોની ફી માફ કરવી તેનો નિર્ણય સ્કૂલોને કરવા દો: સંચાલક મંડળ

અમદાવાદ3 મહિનો પહેલા
  • આ વર્ષે ઓનલાઈન શિક્ષણ હોવાને કારણે વાલી મંડળ દ્વારા ફી માફી માટે માંગણી
  • સંચાલક મંડળે જરૂરિયાત વાળા બાળકોની જ ફી માફી કરવા માટેની તૈયારી બતાવી છે

અમદાવાદ: નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું છે ત્યારે ફીનો પ્રશ્ન હજુ યથાવત જ છે ત્યારે ફી માફી માટે વાલીઓ રજૂઆત કરી રહ્યા છે. જ્યારે ફી માફ ના કરવા શાળા સંચાલક મંડળની માંગ છે. બંને વચ્ચે શિક્ષણ મંત્રીને નવો નિર્ણયના આવે ત્યાં સુધી ગયા વર્ષની જેમ 25 ટકા ફી માફીની જાહેરાત કરી છે. ફી માફીને કારણે વાલીમંડળ અને સંચાલક મંડળ સામસામે આવ્યું છે.

વાલી મંડળ દ્વારા ફી માફી માટે માંગણી
ગટર વર્ષે કોરોનાને કારણે ઓનલાઈન શિક્ષણ જ ચાલ્યું હતું. જેથી 25 ટકા ફી માફી માટેનો આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે આ વર્ષે પણ વર્ષની શરૂઆતથી જ ફીને લઈને વિવાદ થઇ રહ્યો છે. આ વર્ષે ઓનલાઈન શિક્ષણ હોવાને કારણે વાલી મંડળ દ્વારા ફી માફી માટે માંગણી કરવામાં આવી છે, જ્યારે સંચાલક મંડળે જરૂરિયાત વાળા બાળકોની જ ફી માફી કરવા માટેની તૈયારી બતાવી છે.

ગિરિશ સોની, વાલી
ગિરિશ સોની, વાલી

ગત વર્ષે 25 ટકા હતી તો આ વર્ષે 50 ટકા ફી માફી કરવી જોઈએ
આ અંગે ગીરીશ સોની નામના વાલીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્કૂલો બંધ છે ત્યારે સ્કુલોને થતા લાઈટબીલ, સ્ટેશનરી, ઘસારો સહિતના ખર્ચા ઘટ્યા છે જેની સામે વાલીઓને નવા મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ, ઈન્ટરનેટ સહિતના ખર્ચા વધ્યા છે. 25 ટકા ફી માફી તો ગયા વર્ષે પણ કરવામાં આવી હતી. તો આ વર્ષે 50 ટકા ફી માફી કરવી જોઈએ જેથી વાલીઓને રાહત મળે.

હિતેષ પટેલ, શાળા સંચાલક મંડળના પ્રમુખ
હિતેષ પટેલ, શાળા સંચાલક મંડળના પ્રમુખ

સરકારે ફી માફીના નિર્ણયનો અમલ પણ કરાવવો જોઈએ
ગુજરાત વાલી એકતા મંડળના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે, ગયા વર્ષે 25 ટકા ફીમાં રાહત યથાવત જ છે. આ વર્ષે 25 ટકા ફી રાહત લોલીપોપ સમાન છે. મીનીમમ 50 ટકા ફી માફીની સરકારે જાહેરાત કરવી જોઈએ. ઓનલાઈન શિક્ષણના કારણે ટોટલ ફી મૂલ્યાંકન મુજબ સંચાલકોને 50 ટકાથી વધુ રાહત મળી છે. સરકારની મૌખિક જાહેરાતોથી સંચાલકો અને વાલીઓ વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે જેથી સરકારે જાહેરાત કરી હોય તેનો પરિપત્ર બહાર પાડવો જોઈએ. સરકારે ફી માફીના નિર્ણયનો અમલ પણ કરાવવો જોઈએ.

તમામ વર્ગના વાલીઓની 25 ટકા ફી માફી કરવી યોગ્ય નથી
અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ હિતેશ પટેલે જણાવ્યું હતું કે, અમે અગાઉ જે વિદ્યાર્થીના ઘરમાં કોરોનાથી માતા-પિતા કે ઘરના મોભીનું મૃત્યુ થયું હોય તેમની 100 ટકા ફી માફી માટેનો નિર્ણય કર્યો છે. અત્યારે પણ જે વાલીઓની આર્થિક સ્થિતિ સારી નથી તેમની શક્ય એટલી મદ્દદ કરવા અમે તૈયાર છીએ. પરંતુ તમામ વર્ગના વાલીઓની 25 ટકા ફી માફી કરવી યોગ્ય નથી અમે સરકારને આ બાબતે રજૂઆત કરીશું. ફી ઘટાડા મામલે સ્કૂલોને છૂટછાટ આપવી જોઈએ જેથી સ્કુલ પોતાની રીતે ફી ઘટાડી શકે.

અન્ય સમાચારો પણ છે...