યુક્રેન-રશિયા યુદ્ધના કારણે અભ્યાસ અધૂરો છોડીને ગુજરાત પરત આવેલા વિદ્યાર્થીઓએ દેશની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે સહી ઝુંબેશ શરૂ કરી છે. રવિવારે વસ્ત્રાપુર ખાતે એકઠા થયેલા મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓ, વાલીઓએ સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે સાથે મળીને હસ્તાક્ષર કર્યા હતા. પ્રવેશ માટે વડાપ્રધાન, શિક્ષણમંત્રી, આરોગ્યમંત્રીને પણ લેખિતમાં રજૂઆત કરાશે.
વાલીઓનું કહેવું છે કે, જલ્દી નિર્ણય ના આવે તો જુલાઈમાં નવા સત્રની ફી ભરવી પડે જે મેડિકલના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે યોગ્ય નથી. એમને પ્રેક્ટિકલ શિક્ષણ અનિવાર્ય છે. વિદેશમાં ઓનલાઈન શિક્ષણ અને અહીં પ્રેક્ટિકલ શિક્ષણ યોગ્ય નથી.
ભાવેશ કાગડા નામના એક વાલીએ કહ્યું કે, મારો પુત્ર હર્ષ કાગડા યુક્રેનની બીએસએમયુમાં અભ્યાસ કરે છે.હાલની વર્તમાન હાલત જોઈને મને લાગે છે કે આ દેશમાં વિદ્યાર્થીઓ બિલકુલ સુરક્ષિત નથી. આ બાબતે યોગ્ય કરવાની જરૂર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.