તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સચિવાલય કોરોનાનું હોટસ્પોટ:સરકારી કર્મચારીઓને 50 ટકા હાજરી અથવા વર્ક ફ્રોમ હોમ આપવા માગ, મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીને પત્ર

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્વર્ણિમ સંકુલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સ્વર્ણિમ સંકુલની ફાઈલ તસવીર.
  • બે સેક્શન અધિકારી અતુલ વેકરિયા અને કિરીટ સક્સેનાના પણ કોરોનાથી મોત

ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલમાં કોરોના ફાટી નીકળતા સરકારી કર્મચારીઓ જીવના જોખમે કામ કરી રહ્યાં છે. તેમજ બે સેક્શન અધિકારી એવા અતુલ વેકરિયા અને કિરીટ સક્સેનાના પણ કોરોનાથી મોત થઈ ગયા છે. જેને પગલે ગુજરાત સચિવાલય સેક્શન અધિકારી એસોસિયેશન દ્વારા 50 ટકા હાજરી તથા વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા લાગુ કરવાની માગ કરી છે.

સચિવાલયના અનેક કર્મચારીઓ સંક્રમિત થયા ગુજરાત સચિવાલય સેક્શન અધિકારી એસોસિયેશને મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી વર્કફ્રોમ હોમની માગ કરી છે. આ પત્ર મુજબ, વર્તમાન સમયમાં કોરોનાની વૈશ્વિક મહામારી સામે સમગ્ર દેશ લડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારના અધિકારી-કર્મચારીઓ અને તેમના સ્વજનો કોરોના સંક્રમિત થયા છે અને તેમના અવસાન થઈ ગયા છે. છેલ્લા એક માસથી સમગ્ર દેશમાં કોરોનાએ માથું ઉચક્યું છે, જેના લીધી મુખ્યમંત્રી કાર્યાલય, નાયબ મુખ્યમંત્રીનું કાર્યાલય તથા ઘણાં મંત્રીઓ અને ધારાસભ્યો તેમજ મંત્રીઓના કાર્યાલયના અધિકારીઓ-કર્મચારીઓ અને સચિવાલયના વિવિધ વિભાગના કર્મચારીઓ સંક્રમિત થયા છે. આમ સચિવાલય સંકુલ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું હોવાથી સંક્રમણને અટકાવવું ખૂબ જરૂરી છે.

સંક્રમણની સાંકળ તોડવી જરૂરી
હાલ કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યામાં લઈ રાજ્ય સરકાર દ્વારા 20 શહેરોમાં રાતના 8થી સવારના 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂ જાહેર કર્યો છે, તથા રાજ્ય સરકારની કચેરીમાં શનિવાર તેમજ રવિવારની રજા જાહેર કરવામાં આવી છે. પરંતુ હાલની કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ સંક્રમણની સાંકળને તોડવી ખૂબ જરૂરી છે. આ સંજોગોને ધ્યાનમાં લેતા તેમજ તાજેતરમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ મુજબ, કોરોના મહામારી સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવે તે ખૂબ જ આવશ્યક છે.

આવશ્યક સેવાઓ સિવાયના વિભાગો બંધ રાખવા માગ
આ સંદર્ભમાં એસોસિયેશનનું નમ્ર મંતવ્ય અને માગણી છે કે, કોવિડ-19ની હાલની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ગત વર્ષે સામાન્ય વહીવટ વિભાગના 4 મે 2020 અને 19 મે 2020ના પરિપત્રથી કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવા નિવારાત્મક પગલાઓના ભાગરૂપે ગુજરાત સરકારની કચેરીઓમાં આવશ્યક સેવાઓ સિવાયના વિભાગો-કચેરીઓ બંધ રાખવા અથવા 50 ટકા હાજરી અથવા ત્રીજા ભાગના કર્મચારીઓ રોટેશનમાં હાજર રહે તેવી વ્યવસ્થા કરવા અંગેના આદેશો બહાર પાડવામાં આવ્યા હતા. તે મુજબના આદેશો પણ હાલના સંજોગોમાં બહાર પાડવામાં આવે એવી એસોસિયેશનની આગ્રહભરી વિનંતિ છે.

અત્યાર સુધીમાં 68 કર્મચારીઓને ચેપ લાગ્યો સચિવાલયમાં અત્યાર સુધીમાં 68થી વધુ કર્મચારીઓ કોરાનાથી સંક્રમિત થતાં ફફડાટ ફેલાયો છે. અત્યાર સુધીમાં કૃષિમંત્રી ફળદુના કાર્યાલયમાં 8, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાના કાર્યાલયમાં 8, મહેસુલમંત્રી કૌશિક પટેલના કાર્યાલયમાં 4, ઇશ્વર પરમારના કાર્યાલયમાં 4 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કાર્યાલયમાં 2 કર્મચારીઓ, દિલીપ ઠાકોરના કાર્યાલયમાં 2, તેમજ ભુપેન્દ્રસિંહ ચુડાસમાના કાર્યાલયમાં 3 કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો