માગણી:GPSCની પરીક્ષા પહેલા 1 મહિનાનો સમય આપવા માગ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જીપીએસસીની તૈયારી કરતા ઉમેદવારોએ માગ કરી છે કે, પરીક્ષાની તારીખો જાહેર કરવામાં અને પરીક્ષા લેતા પહેલા એક મહિનાનો સમય ઉમેદવારોને આપવામાં આવે. આથી જે ઉમેદવારો તૈયારી કરતા હોય તેમને પરીક્ષાની તૈયારી કરવા માટે પૂરતો સમય મળી રહે. જ્યારે કે જીપીએસસીના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ઉમેદવારોને પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ પૂરતો સમય અપાશે.

હોલ ટિકિટ ડાઉનલોડ અને પેપરની પ્રક્રિયામાં જ જીપીએસસીને વધુ સમય લાગતો હોવાથી તમામ ઉમેદવારોને પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ પૂરતો સમય અપાશે. કોઇ ઉમેદવારોને સમયના કારણે અન્યાય નહીં થાય તેની પૂરતી તકેદારી જીપીએસસી દ્વારા રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...