તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ બ્રીફ:દિલ્હીના Dy.CM મનીષ સિસોદિયા સુરતમાં, અમદાવાદના 17 વર્ષના સગીરને 3 સંતાનની માતા ભગાડી ગઈ, સેક્સ કર્યું તો મહિલા સામે રેપની ફરિયાદ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નમસ્કાર!
અમરેલી, આણંદ દાહોદ સહિત 18 શહેરો આજથી રાત્રિ કર્ફ્યૂ મુક્ત થયા.માહિતી ખાતાની વર્ગ-1,2 અને 3ની પરીક્ષા યોજાશે.... ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ52,925.04-
ડોલરરૂ.74.18-

સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ

48,800100

આ 3 ઘટના પર રહેશે નજર
1) દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સુરત આવશે, ઉદ્યોગકારો 'આપ'માં જોડાઈ એવી શક્યતા.
2) અમરેલી, આણંદ દાહોદ સહિત 18 શહેરો આજથી રાત્રિ કર્ફ્યૂ મુક્ત, જ્યારે લગ્નમાં 100 લોકો સામેલ થઈ શકશે અને સિનેમાઘરો ખુલશે.
3) આજે સવારે 10 વાગ્યાથી માહિતી ખાતાની વર્ગ-1,2 અને 3ની પરીક્ષા યોજાશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) અમદાવાદના 17 વર્ષના સગીરને ત્રણ સંતાનોની માતા ભગાડી ગઈ, સેક્સ કર્યું તો મહિલા સામે રેપની ફરિયાદ

અમદાવાદમાં અભિનેત્રી મનિષા કોઈરાલાની ફિલ્મ એક છોટી સી લવ સ્ટોરીને મળતી ઘટના બની છે. શહેરમાં મણિનગર વિસ્તારમાં રહેતી 3 દિકરીઓની 24 વર્ષની માતાને 17 વર્ષના સગીર સાથે પ્રેમ થયો હતો. પરીણિતા સગીરને સંતરામપુર ભગાડી ગઈ હતી. બંનેના સ્વજનોએ તેમની શોધખોળ કરતાં હાથ નહીં લાગતાં પોલીસનો સહારો લીધો હતો. બંને પ્રેમીઓએ સંતરામપુરમાં સેક્સ સંબંધ બાંધ્યો હતો. આ કેસમાં પરીણિતા સામે બળાત્કાર અને પોસ્કો હેઠળ ગુનો નોંધાયો છે.
વાંચો સમાચાર વિગતવાર

2) વડોદરાની સયાજી હોસ્પિટલ બહાર કૂતરૂ માનવ અંગ ખાતુ હોવાનો વીડિયો વાયરલ, RMOએ કહ્યુ, તપાસ ચાલુ છે
મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી વડોદરાની સયાજી હોસ્પિટલની ગંભીર બેદરકારીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં હોસ્પિટલના પોસ્ટમોર્ટ્મ રૂમની સામે રસ્તા પર એક કૂતરુ માનવ અંગ ખાતુ જોવા મળે છે. હોસ્પિટલની આવી ગંભીર બેદરકારી બદલ જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સમગ્ર ઘટનાને નજરે જોનાર લોકોમાં હોસ્પિટલના તંત્ર સામે રોષની લાગણી પ્રવર્તી રહી છે.
વાંચો સમાચાર વિગતવાર

3) વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કર્યાના 6 દિવસમાં ફિયાસ્કો, સેન્ટર પર 'વેક્સિન ઉપલબ્ધ નથી'નાં બોર્ડ લાગ્યાં
દેશમાં કોરોનાના કેસમાં હવે ઘટાડો થઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાને દેશમાં વેક્સિનેશનના મહાઅભિયાનની શરૂઆત 21 જૂનથી કરાવી હતી. આ વેક્સિનેશનના મહાઅભિયાનના 6 દિવસમાં જ વેક્સિન ખૂટી પડી છે. અમદાવાદમાં વીકેન્ડમાં વેક્સિનનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. શહેરના અલગ અલગ વિસ્તારમાં દિવ્ય ભાસ્કરની ટીમે વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લઈને રિયાલિટી ચેક કર્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

4) અમદાવાદમાં ફૂડ ડિલીવરી એપથી રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવ્યું, સબ્જીમાંથી 2 ઈંચનો લાકડાનો ટુકડો નીકળ્યો
ઓનલાઈન ફૂડ મંગાવનારાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદમાં બન્યો છે. શહેરમાં રાણીપમાં રહેતા એક વ્યક્તિને કડવો અનુભવ થયો છે. આ વ્યક્તિએ ફૂડ ડિલિવરી એપથી રેસ્ટોરન્ટમાંથી ફૂડ ઓર્ડર કર્યું અને જ્યારે તે જમવા બેઠા ત્યારે પનીર બટર મસાલા સબ્જીમાંથી 2 ઇંચનો લાકડાનો ટુકડો નીકળ્યો હતો. રેસ્ટોરન્ટના મેનેજરે પહેલાં ભૂલ માનવાને બદલે કહ્યું કે આ તજનો ટુકડો છે પછી લાકડાનો ટુકડો જોઈને ભૂલ સ્વીકારી હતી.
વાંચો સમાચાર વિગતવાર

5) નકલી સોફટવેરથી ગરીબોનું અનાજ સગેવગે કરનારા 49 કાળાબજારિયા સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો
રાજ્યમાં સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતું સસ્તું અનાજ બારોબાર સગેવગે કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 49 કાળાબજારિયાઓ સામે ગુનો નોંધીને આઠ કૌભાંડીની ધરપકડ કરી છે. આરોપીઓ નકલી સોફ્ટવેર બનાવી એમાં ડેટા કોપી કરી લેતા હતા. જેઓ અનાજ લેતા ન હતા તેમના નામે અનાજ લઈ વેચી દેતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ લેપટોપ, CPU સહિત રૂપિયા 1.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...