અમદાવાદ એરપોર્ટ પર હંગામો:દિલ્હી મુંબઈ, ગુવાહાટી ફ્લાઈટ રદ થતાં પેસેન્જરોનો હોબાળો, ગોએરે મેસેજ ન આપતાં પેસેન્જર એરપોર્ટ પહોંચી ગયા હતા

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટની ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટની ફાઇલ તસવીર
  • ટર્મિનલમાં 4 કલાક સુધી બેસી રહેવું પડતાં ઉગ્ર રજૂઆત કરાઈ

કોરોના કાળમાં પેસેન્જરો ન મળતા અમદાવાદ આવતી જતી અનેક ફ્લાઈટો રોજ કેન્સલ થઈ રહી છે. મંગળવારે સવારે અમદાવાદથી મુંબઈ, દિલ્હી અને ગુવાહાટી જતી ગોએરની ફ્લાઈટ કેન્સલ થઈ હતી. જો કે અનેક પેસેન્જરોને ફ્લાઈટ કેન્સલ થઈ હોવાનો મેસેજ ન મળતા તેઓ એરપોર્ટ પહોંચી ગયા હતા. જ્યાં ટર્મિનલમાં 4 કલાકથી વધુ સમય સુધી બેસી રહેવા છતાં એરલાઈન્સનો કોઈ કર્મચારી ત્યાં આવ્યો ન હતો. જેના પગલે આ પેસેન્જરોએ ટર્મિનલમાં હોબાળો મચાવ્યો હતો.

વધુમાં એરલાઈન્સની આ બેદરકારી અંગે પેસેન્જરોએ ટર્મિનલ મેનેજર સમક્ષ ફરિયાદ પણ કરી છે. એક પેસેન્જરે જણાવ્યું કે, અલગ અલગ ફ્લાઈટના પેસેન્જરો ભેગા થયા હોવા છતાં તેમને માહિતી આપવા એરલાઈન્સનો કોઈ કર્મચારી ત્યાં હાજર ન હતો. 3થી 4 કલાક સુધી રાહ જોયા બાદ પેસેન્જરોએ હોબાળો કરતા આખરે એક કર્મચારી આવ્યો હતો.

એરપોર્ટ બહાર આવવામાં મુશ્કેલી
પેસેન્જર એક વાર ટર્મિલન બિલ્ડિંગમાં પ્રવેશ મેળવી લે તો તે ડિપાર્ચર ગેટથી જાતે જ બહાર નિકળી શકતો નથી. મંગળવારે સવારે 30થી વધુ પેસેન્જરો ટર્મિલનમાં પ્રવેશ્યા બાદ ફ્લાઈટ કેન્સલ થયાની જાણ થવા છતાં તેઓ બહાર નિકળી શક્યા ન હતા. છેવટે એરલાઈન્સના કર્મચારીએ આવ્યા બાદ રજીસ્ટરમાં એન્ટ્રી કરાવવાની સાથે તેમને બહાર કાઢ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...