તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2022ના ચૂંટણી જંગની તૈયારી:કેજરીવાલનું ગુજરાતીમાં ટ્વીટ, હવે ગુજરાત બદલાશે, કાર્યકરોમાં ભારે ઉત્સાહ, અમદાવાદમાં અનેક લોકો આપમાં જોડાઈ શકે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અરવિંદ કેજરીવાલની ફાઈલ તસવીર - Divya Bhaskar
અરવિંદ કેજરીવાલની ફાઈલ તસવીર
  • અમદાવાદમાં પૂર્વ પત્રકાર સહિત અનેક લોકો આપની ટોપી પહેરી શકે
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપના દેખાવથી ભાજપ પણ ચિંતામાં

11મી જૂને લેઉવા પાટીદારોના આસ્થાના કેન્દ્ર એવા કાગવડના ખોડલધામ ખાતે લેઉવા અને કડવા પાટીદારના આગેવાનોની બેઠક મળવાની હોવાની જાહેરાત થતા જ રાજકીય માહોલ ગરમ થઈ ગયો હતો. તેમાં પણ 12મી જૂને કાગવડ ખોડલધામ મંદિર ખાતે લેઉઆ અને કડવા પાટીદાર અગ્રણીઓની બેઠક પછી નરેશ પટેલ કોરોનામાં સરકારની કામગીરીની ટીકા કરી અને દિલ્હી અને અન્ય રાજયોમાં આમ આદમી પાર્ટીએ કરેલી કામગીરીના વખાણ કરતા નવા રાજકીય સમીકરણોના એંધાણ છે.

આ ઘટનાક્રમ વચ્ચે 14મીની સવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. તેમજ તેમણે ગુજરાતીમાં ટ્વીટ કરી કહ્યું કે, હું આવતીકાલે ગુજરાત આવી રહ્યો છું. તેમના આ પ્રવાસથી ગુજરાતના રાજકારણમાં અનેક ટ્વિસ્ટ અને ટર્ન્સ આવે એવી પુરી શક્યતા છે.

કેજરીવાલના આગમનને પગલે આપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં ઠેર ઠેર બેનર પણ લગાવ્યા હતા. જ્યારે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ નવા પ્રદેશ કાર્યાલયની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

કેજરીવાલનું સ્વાગત કરવા થનગની રહેલા કાર્યકરો
કેજરીવાલનું સ્વાગત કરવા થનગની રહેલા કાર્યકરો

કોંગ્રેસ, ભાજપ અને આપની 2022ના ચૂંટણી જંગની તૈયારી
જ્યારે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ સહિત કેટલાક નેતાઓની વરણી, ભાજપમાં પ્રભારી ભુપેન્દ્ર યાદવની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાત અને 15 જૂને ધારાસભ્યોની બેઠક મળવાની છે. જેની વચ્ચે હવે આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ છે. 14 જૂને આપના નેશનલ કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવશે. અરવિંદ કેજરીવાલે આ પ્રવાસના એક દિવસ અગાઉ ગુજરાતીમાં ટ્વીટ કર્યું કે "હવે બદલાશે ગુજરાત. કાલે હું ગુજરાત આવી રહ્યો છું. ગુજરાતના બધા ભાઈ-બહેનને મળીશ".

અમદાવાદમાં પૂર્વ પત્રકાર સહિત 10 જેટલા લોકો આપની ટોપી પહેરી શકે
સૂત્રો મુજબ કેજરીવાલ સવારે 10.20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે ત્યાંથી સીધા તેઓ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે જશે. જ્યાં કેટલાક નેતાઓ અને આમ આદમી પાર્ટીમાં જોડાનારા કાર્યકરો સાથે બેઠક કરી શકે છે. બાદમાં તેઓ વલ્લભ સદન ખાતે પત્રકાર પરિષદ કરવામાં આવશે. જ્યાં આમ આદમી પાર્ટીમાં પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી અને બાકી 10 લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાય એવી શક્યતા છે. બપોરે નવરંગપુરા ખાતે આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.

ગુજરાત પ્રદેશ કાર્યાલયની તૈયારીઓનું નિરીક્ષણ કરી રહેલા પ્રદેશ પ્રમુખ ઈટાલિયા
ગુજરાત પ્રદેશ કાર્યાલયની તૈયારીઓનું નિરીક્ષણ કરી રહેલા પ્રદેશ પ્રમુખ ઈટાલિયા

અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ

  • અમદાવાદ એરપોર્ટ પર 10.20 કલાકે આગમન
  • 10.40 કલાકે સર્કિટ હાઉટ
  • 11.45 કલાકે વલ્લભ સદન ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધવામાં આવશે
  • આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.

વિધાનસભા ચૂંટણીને લઈ માર્ગદર્શન આપશે
અરવિંદ કેજરીવાલની આ મુલાકાત ગુજરાત વિધાનસભા માટે આપની તૈયારીનો સંકેત છે. આપનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે વધુ લોકોને જોડવામાં આવશે. તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને માર્ગદર્શન પણ આપશે. કેજરીવાલની આ ગુજરાતની મુલાકાતને પણ સૂચક માનવામાં આવી રહી છે.

ડાબેથી ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ પાટીલ, મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
ડાબેથી ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ પાટીલ, મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

ભાજપના પ્રદેશ પ્રભારીએ પણ પૂછ્યું આપની સ્થિતિ શું છે?
તો બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની ગુજરાત મુલાકાત આગામી દિવસોમાં મોટી રાજકીય હલચલ થઇ રહી હોવાના સંકેત આપી રહી છે. સૂત્રો મુજબ જે અનુભવી નેતાઓ સાથે પ્રભારી ભૂપેન્દ્ર યાદવે બેઠક કરી હતી તેમને તેમણે સ્પષ્ટ પૂછયું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પર્ફોમન્સ, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલનું કાર્ય કરવાની શૈલી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પ્રદેશ નેતૃત્વ કેવું? પ્રભારીએ ત્યાં સુધી પૂછ્યું હતું કે,આપની ગુજરાતમાં અત્યારની સ્થિતિ અને આગળ શું થઇ શકે.

ભાજપના પ્રદેશ પ્રભારીએ પ્રથમ વખત ગુજરાતમાં આમ આદમી પાર્ટી બાબતે કદાચ પૂછ્યું હશે. સામાન્યરીતે અત્યાર સુધી આપ બાબતે ભાજપ સજાગ હતો. પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દેખાવથી ચિંતા અનુભવે છે તેવું ગણી શકાય.