વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપના રાષ્ટ્રીય નેતાઓ એક પછી એક કાર્યક્રમમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધી 12 જૂને નવસારીના વાંસદા તાલુકાના ચારણપાડા ખાતે જાહેર સભાને સંબોધશે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાત લેશે. રાહુલ ગાંધી વાંસદામાં આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલીનુ સમાપન કરાવશે. તો કેજરીવાલ જનસંપર્ક યાત્રાનું સમાપન કરાવશે.
કેજરીવાલ જંગી જાહેરસભાને પણ સંબોધન કરશે
આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં 6 ઝોનમાં 15 મેથી પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી છે. જેના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં કેજરીવાલ આગામી 6 જૂનના રોજ ગુજરાત આવશે. ગુજરાતમાં છેલ્લા 2 મહીનામાં કેજરીવાલનો આ ચોથો પ્રવાસ હશે.6 જૂને કેજરીવાલ ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે આ રણનીતિ પાટીદારોના મતોને પ્રભાવિત કરશે. સીએમ કેજરીવાલ અહીં જંગી જાહેરસભાને પણ સંબોધન કરશે.આ દરમિયાન તેઓ અમદાવાદ કે મહેસાણામાં એક રેલી કરશે. આ સાથે જ પાર્ટીએ નક્કી કર્યું છે કે તેઓ વિધાનસભા ચૂંટણી ઉમેદવારો ભાજપ, કોંગ્રેસથી પહેલાં જાહેર કરી દેશે.
15 મેથી પરિવર્તન યાત્રાની શરૂઆત કરાઈ હતી
ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠક પર 15 મેથી આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. સોમનાથ, દ્વારકા, દાંડી, અબડાસા અને ઉમરગામથી પરિવર્તન યાત્રાની શરૂઆત કરી ગુજરાતભરમાં પ્રદેશ નેતાઓ આપ પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. 20 દિવસ સુધી ચાલેલી આ યાત્રા મોટા ગામમાં જઈ પ્રભાતફેરી, નુક્કડ નાટકો થકી લોકોને જોડી રહી છે. આપના દાવા અનુસાર ગુજરાતના 10 લાખ લોકો સુધી પરિવર્તન યાત્રા પહોંચી છે. બેરોજગારી, ખેડૂત, શિક્ષણ, મહિલાઓના મુદ્દાઓ લઈ આપ પાર્ટીએ ગુજરાતમાં પરિવર્તન યાત્રા કાઢી છે.
12 જૂને રાહુલ ગાંધી વાંસદા ખાતે સભા સંબોધશે
બીજી તરફ 12 જૂને રાહુલ ગાંધી વાંસદા ખાતે સભા સંબોધશે. તેઓ આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલીનું સમાપન કરાવશે.પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ભાગ લેવા આવે તે માટે ધારાસભ્યો,આદિવાસી નેતાઓને સંખ્યાઓના ટાર્ગેટ સાથે કામગીરી સોંપાઈ છે.વાંસદાના ચારણવાડા ગામે દક્ષિણ ઝોનનો કાર્યક્રમ યોજાશે. અગાઉ દાહોદમાં આદિવાસી સત્યાગ્રહની શરૂઆત પણ રાહુલ ગાંધીએ જ કરાવી હતી.ચાર ઝોનમાં રાહુલ ગાંધીની 4 સભાઓનું કોંગ્રેસે આયોજન કર્યું છે.ચૂંટણી ટાણે બિનસાપ્રદાયિક પાર્ટી ગણાતા કોંગ્રસ શહેરી વિસ્તારમાં મજબુત થવા કમરકસી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.