GST કાઉન્સિલનો નિર્ણય:GSTR-1 ફાઈલ કરવામાં મોડું થાય તો રોજનો રૂ.100 દંડ થશે; કરદાતાને ક્રેડિટ પર મળતી 5 ટકા છૂટ પણ નાબૂદ કરવામાં આવી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) કાઉન્સિલની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં જીએસટીઆર-1 રિટર્ન ફાઇલ કરવામાં મોડું કરવામાં આવે તો રોજના રૂ. 100 દંડ થશે. આ ઉપરાંત કરદાતાને ક્રેડિટ ઉપર મળતી 5 ટકા વધારાની છૂટને પણ નાબૂદ કરી દેવામાં આવી છે. આ જોગવાઇથી રિટર્ન સમયસર ફાઇલ કરવા પડશે અને વધારાની ક્રેડિટનહીં મળે.

તાજેતરમાં યોજાયેલી 45મી કાઉન્સિલ બેઠકમાં જીએસટી કરદાતાઓને ચેતવણી આપતા નિયમિત રીતે રિટર્ન ફાઇલ કરવા અને ટેકસ ભરવા દંડની કલમનો ઉપયોગ કર્યો છે. હવે જો કરદાતા સમયસર જીએસટીઆર ફાઇલ નહીં કરે તો તેને રોજના રૂ. 100 લેખે જીએસટી રિટર્ન ભરવાની જવાબદારી આવશે. આમ જીએસટીઆર-1 રિટર્ન દરરોજના રૂ. 100 દંડ લાગુ પડશે. વધારામાં આ દંડ ભરવાનો થતો હશે તે કરદાતાના એકાઉન્ટમાં ઓનલાઇન રિફલેકટ થશે અને તે પેમેન્ટ ભર્યા વગર તે રિટર્ન લાગુ થશે નહીં. આમ જીએસટી લાગુ કર્યા પછી પહેલી વખત જીએસટીઆર-1 ઉપર દંડની જોગવાઇ નહોતી જે હવે નવી જોગવાઇ લાગુ પાડતા કરદાતા ઉપર વધારાનો બોજો આવશે. જીએસટીની ત્રીજી જોગવાઇમાં એકવાર ફરી નિયમ 36x4માં જરૂરી સુધારા કરી કરદાતા હવે આઇટીસીની ક્રેડિટ જીએસટીઆર2બીમાં દર્શાવવી હશે તે જ લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...