તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની અસર:કોરોનાના કારણે RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ, ગયા વર્ષે 8409 વિદ્યાથીઓને લાભ મળ્યો હતો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • દર વર્ષે માર્ચ મહિનામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ જતી હોય છે
  • મે મહિનામાં RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની શક્યતા
  • 4 હજાર કરતા વધુ ફોર્મમાં એક જ વિદ્યાર્થીના 2 ફોર્મ ભરાયાં હતાં

મફત શિક્ષણ મેળવવાના હક માટે ગુજરાત બોર્ડમાં RTEનો નિયમ લાગુ પડે છે. RTE હેઠળ સ્કૂલમાં પ્રવેશવા માટેની અરજી પ્રક્રિયાની શરૂઆત દર વર્ષે માર્ચ મહિનામાં થતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે આ પ્રક્રિયા હજુ સુધી શરૂ થઈ નથી. કોરોનાને કારણે હજુ આ પ્રક્રિયા મે મહિનામાં શરૂ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગયા વર્ષે 8409 વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

સરકાર ખાનગી સ્કૂલોમાં RTE હેઠળ તમામ ખર્ચ ભોગવે છે
આર્થિક રીતે નબળા વર્ગના પરિવારના બાળકોને વિના મૂલ્યે ખાનગી શાળાઓમાં RTE હેઠળ પ્રવેશ અપાતો હોય છે, જે બાળકોને પ્રવેશ આપવામાં આવે છે, તેનો તમામ ખર્ચ સરકાર ભોગવે છે. ઉપરાંત RTE હેઠળ પ્રવેશ લેનાર બાળકોના વાલીઓના ખાતામાં વાર્ષિક 3 હજાર રૂપિયાની રકમ જમા થાય છે. જેનાથી બાળકોના પાઠ્યપુસ્તકોથી લઈને તમામ સામગ્રી માટેનો ખર્ચ નીકળી શકે.

આર્થિક સંપન્ન પણ ખોટી રીતે પ્રવેશ મેળવવા પ્રયાસ કરે છે
મફત શિક્ષણ મળતું હોવાને કારણે અનેક વાલી એવા પણ છે કે, જેઓ આર્થિક પરિસ્થિતિ સારી હોવા છતાં પણ RTE હેઠળ પ્રવેશ મેળવવા પ્રયત્ન કરે છે.પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા સ્ક્રુતિની રચના કરવામાં આવી છે, જે RTE હેઠળના પ્રવેશ માટે ચકાસણી કરે છે. ગત વર્ષ પણ ખોટી રીતે પ્રવેશ મેળવવા પ્રયત્ન કરનારના ફોર્મ રદ કરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં ગયા વર્ષે 23,800 ફોર્મ ભરાયાં
શિક્ષણ વિભાગ દ્વારા જે પ્રકારે RTE હેઠળ મફત શિક્ષણ આપવામાં આવે છે. આ પ્રક્રિયામાં ગત વર્ષે 23,800 ફોર્મ અમદાવાદમાં ભરાયાં હતા. જેમાંથી 16519 ફોર્મ અપ્રૂવ કરવામાં આવ્યા હતા અને 3302 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. ઉપરાંત એક જ વિદ્યાર્થીના 2 ફોર્મ પણ ભરાયાં હતાં, તેવા 4000 કરતા વધુ ફોર્મ પણ હતા. તમામ ચકાસણી પૂરી કર્યા બાદ 8409 વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

હાલમાં કોરોનાના કારણે RTEની પ્રક્રિયા શક્ય નહીં
વર્ષ 2009થી RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ હતી.આજે અમદાવાદમાં 42,000 કરતા વધુ વિદ્યાર્થીઓ RTE હેઠળ લાભ લઈને અભ્યાસ કરી રહ્યા છે. અત્યારે કોરોનાના વધતા કેસ વચ્ચે RTEની પ્રકિયા શરૂ થવી શક્ય નથી, જેથી એપ્રિલના અંતમાં અથવા મે મહિનાની શરૂઆતમાં પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો