ઉમેદવારોની HCમાં અરજી:જનરલ કેટેગરીની વ્યાખ્યા ખોટી, PSI પરીક્ષામાં જનરલ કેટેગરીની જગ્યા પર અન્ય વર્ગના ઉમેદવારનો સમાવેશ કરો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પીએસઆઇની પરીક્ષામાં જનરલ કેટેગરીની જગ્યા પર કોઇપણ વર્ગના ઉમેદવારોનો સમાવેશ કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં એવી રજૂઆત કરી છે કે જનરલ કેટેગરીની વ્યાખ્યા જ ખોટી કરવામાં આવી રહી છે. પીએસઆઇની મુખ્ય પરીક્ષા માટે જનરલ ઉમેદવારોના લિસ્ટમાં ઓબીસી, એસસી, એસટીના ઉચ્ચ મેરિટ ધરાવતા ઉમેદવારોનો સમાવેશ થવો જોઇએ. મુખ્ય પરીક્ષામા બેસવા દેવા માટે એડમિટ કાર્ડ 5 જૂને આપવાના છે. તે પહેલા કોર્ટ કોઇ નિર્ણય આપે તે માટે રજૂઆત કરાઈ હતી. વધુ સુનાવણી 3 જૂને યોજાશે.

સરકારે મેરિટ લિસ્ટને પડકારતી અરજીમાં એવો જવાબ રજૂ કર્યો હતો કે, ભરતી માટે સરકારે બહાર પાડેલા નોટીફિકેશન મુજબ જ મેરિટ લિસ્ટ તૈયાર કરાયું છે. ભરતીની જાહેરખબર વખતે તમામ નિયમો તેમા દર્શાવ્યા હતા. મુખ્ય પરીક્ષામાં કુલ જગ્યાના 3 ગણા ઉમેદવારોને પાસ કરવાના હોય છે. તે પૈકી જનરલ કેટેગરીના કુલ 107 ઉમેદવારો પાસ થયા છે. તેથી જનરલ કેટેગરીમાં બાકીની જગ્યા પર અન્ય ઉમેદવારોને મેરિટ મુજબ લેવા જોઇએ.

ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ઉમેદવારોના ધરણાં
મેરિટ રિવાઈઝ કરવાની માગ સાથે વિધાનસભા પાસેના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં બેનર્સ સાથે બેસી ધરણા કર્યા હતા. પોલીસે 15 ઉમેદવારોની અટકાયત કરી હતી. મેરિટને કારણે અનામત વર્ગના ઉમેદવારોનો ઓપન કેટેગરીમાં પણ સમાવેશ થઇ જતાં બિનઅનામત વર્ગના 1100 ઉમેદવારોને અન્યાય થયાની ફરિયાદો ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...