પાયાવિહોણું પ્લાનિંગ:સ્ટ્રક્ચરલ ડિઝાઈનમાં ખામીથી 10 ફૂટ પહોળી 52માંથી 29 દુકાનમાં વચ્ચોવચ 2 ફૂટનો પિલર

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓઢવના ઈન્દિરા આવાસનું મહિના પહેલાં લોકાર્પણ થયું હતું

ઓઢવમાં ઇન્દિરાનગર આવાસ યોજનાના લાભાર્થીઓને અપાયેલી 52 દુકાનમાંથી 29માં વચ્ચોવચ 2 ફૂટનો પિલર આવે છે. સ્ટ્રક્ચરલ ડિઝાઈનમાં ખામીને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. 21 માર્ચે મુખ્યમંત્રીએ આ આવાસ લાભાર્થીઓને સોંપ્યા હતા. આ આવાસમાં મોટાભાગના ઘરમાં પાણી ટપકે છે, લિફ્ટ બંધ છે, મકાનોના દરવાજા, વાયરિંગમાં પણ ખામી છે. 10 ફૂટ પહોળી દુકાનમાં વચ્ચે 2 ફૂટનો પિલર આ‌વી જતાં એક ફ્રીજ પણ અંદર જઈ શકે નહીં તેવી સ્થિતિ છે. મ્યુનિ. વિપક્ષી નેતા શહેજાદખાને આક્ષેપ કર્યો છે કે, આ આવાસ યોજનામાં મોટાપાટે ભ્રષ્ટાચાર થયો છે.

વચ્ચે પિલર છતાં બાંધકામને મંજૂરી કઈ રીતે અપાઈ હતી?

  • શું પાર્કિંગની જગ્યામાં બનેલી દુકાનો કાયદેસર કહી શકાય?
  • શું બીયુ પરમિશન આપતાં પહેલા અહીં પૂરતું પાર્કિંગ હોવાની બાંયધરી લેવાઇ હતી?
  • બીયુ પહેલાં બાંધકામની સ્ટ્રક્ચરલ તપાસ કરાઇ હતી? દુકાનોની વચ્ચે પિલર આવ્યા ત્યારે તે બાંધકામને કયા અધિકારીએ મંજૂર કર્યું હતું?
  • આટલી મોટી વસાહતમાં બીયુ આપવાની સત્તા સંબંધિત ડીવાયએમસીની હોય છે ત્યારે શું ડીવાયએમસીએ સ્થળ તપાસ કરીને બીયુ પરમિશન આપી હતી?

અનેક લાભાર્થીને દુકાનના બદલામાં દુકાન નહીં અપાઈ હોવાનો આક્ષેપ
મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયું. આજે પણ કેટલાક લાભાર્થીને દુકાન મળી નથી. આ બાબતે દિપાબેન ચુનારા સહિત અન્યોએ કહ્યું કે, તેમને સત્તાવાર રીતે કાર્ડ બનાવી આપી કહ્યું હતુંકે, તેમને દુકાનોના બદલામાં દુકાન મળશે પણ આપવામાં આવી નથી.

સ્થાનિક એસોસિએશનોએ નીચે દુકાન બનાવવા માગ કરી હતી
ન્યુ ઇન્દિરાનગર વિભાગ 1-2 અને ધી ઓમ શિવશક્તિ વિભાગ 1,2ના રહીશોના 4 એસોસિએશને લેખિતમાં માગ કરી હતીકે, જે દુકાનો પ્રથમમાળે આપી છે, તે નીચે જ આપવામાં આવે. બિલ્ડિંગ તૈયાર થયા બાદ ફેરફાર માટે 19મી ફેબ્રુઆરી 2021એ રિવાઇઝ રજાચિઠ્ઠી લેવી પડી. 8 એપ્રિલ અને 29 જુલાઇ 2021એ બીયુ લેવાઈ હતી. -બિમલ દોશી, મ્યુનિ.અધિકારી

અન્ય સમાચારો પણ છે...