સમસ્યા:અમદાવાદમાં ભર શિયાળે CTM વિસ્તારમાં ભૂવો પડ્યો, તંત્રએ બેરિકેડ મુકીને સંતોષ માન્યો

અમદાવાદ10 મહિનો પહેલા
તંત્રએ બેરિકેડ મુકીને સંતોષ માન્યો - Divya Bhaskar
તંત્રએ બેરિકેડ મુકીને સંતોષ માન્યો
  • ગત સપ્ટેમ્બરમાં પણ અમરાઈવાડી મેટ્રો સ્ટેશન પાસે ભૂવો પડ્યો હતો

અમદાવાદમાં ચોમાસાની સિઝન હોય કે ના હોય પરંતુ ભૂવા પડવાની સમસ્યા યથાવત્ છે. શહેરમાં નેશનલ હાઈવે નંબર 8 પરના સર્વિસ રોડ પર આજે સવારે ભૂવો પડ્યો હતો. તંત્રએ ભૂવો પડ્યાની જાણ થતાં જ બેરીકેડ મુકીને ભૂવાને કોર્ડન કરી દીધો હતો. ભર શિયાળામાં પડેલા આ ભૂવાને કારણે તંત્ર સામે અનેક સવાલો ઉભા થયાં છે.

અમદાવાદમાં ભૂવા પડવાની સમસ્યા યથાવત્
અમદાવાદમાં ભૂવા પડવાની સમસ્યા યથાવત્

આજે અમદાવાદ શહેરમાં ભર શિયાળાની સિઝનમાં ભૂવો પડવાની સમસ્યા યથાવત છે. શહેરમાં CTM ઓવરબિજ ની પાસે દયાપાર્ક સોસાયટી જવાના નેશનલ હાઈવે નંબર 8 પરના સર્વિસ રોડ પર આજે સવારે ભૂવો પડ્યો હતો. જેની જાણ તંત્રને થતાં જ ભૂવાની આસપાસ બેરીકેડ મુકીને ભૂવાને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. હવે આ ભૂવાની જગ્યાને રીપેર ક્યારે કરાશે તેના પર અનેક સવાલો ખડા થયાં છે.

ગત સપ્ટેમ્બરમાં અમરાઈવાડી મેટ્રો સ્ટેશન પાસે ભૂવો પડ્યો હતો
ગત 25 સપ્ટેમ્બરે અમરાઇવાડીના મેટ્રો રેલવે સ્ટેશન નજીક, વગર વરસાદે ભૂવો પડવાથી ટ્રાફિક સમસ્યા સર્જાઇ હતી. ત્યારે પણ તંત્રએ માત્ર બેરિકેટ મુકીને માત્ર સંતોષ માન્યો હતો. અમદાવાદ શહેરમાં ભૂવા પડવાની સમસ્યાનો કયારે અંત આવશે તે તો હવે ભગવાન જ જાણે

અન્ય સમાચારો પણ છે...