તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવેતરમાં ઘટ:જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળામાં બાજરી, મગ અને ઘાસચારાના વાવેતરમાં ઘટ

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાંગરના પાકના વિસ્તારમાં સતત ‌વધારો થઇ રહ્યો છે
  • પાણીનો અભાવ, પૂરતા ભાવ અને કોરોના ઇફેક્ટ હોવાનું ખેડૂતો માને છે

અમદાવાદ જિલ્લામાં ચાલુવર્ષે એટલેકે વર્ષ 2021ના ઉનાળાની સિઝનમાં બાજરી, મગ અને ઘાસચારા પાકના વાવેતર વિસ્તારમાં ઘટ નોંધાઇ છે. પાકમાં ઘટાડનો નોંધાવવા પાછળના મુખ્ય કારણોમાં પાણીનો અભાવ, પૂરતા ભાવ અને કોરોના ઇફેકટ હોવાનું ખેડુતો માને છે. કોંગ્રેસે પણ ઉનાળામાં ખેડૂતોને પૂરતુ પાણી મળતું નહીં હોવાનો વારંવાર આક્ષેપ કર્યો છે. જોકે તલ અને ડાંગરના પાકના કુલ વિસ્તારમાં સતત વધારો થઇ રહ્યો છે.

અમદાવાદ જિલ્લામાં કેટલાક તાલુકાઓમાં ઝડપથી ખેતી જમીનો બિનખેતીમાં રૂપાંતર થઇ રહી છે. જેની સામે સરકારે લાલ આંખ કરવાની જરૂર છે. જિલ્લા કલેકટર કચેરીમાં બિનખેતીની જમીનોની ફાઇલો મોટાપ્રમાણમાં આવે છે. કોરોના કાળમાં પણ લોકોએ ઓનલાઇન અરજી કરવાનું ચાલુ જ રાખ્યું હતું. ખેતીની જમીન બિનખેતીમાં રૂપાંતર થવાની સંખ્યા થતાં હવે જિલ્લામાં ચાલુવર્ષે ઉનાળા પાકનો વિસ્તાર ઘટ્યો છે. વર્ષ 2019માં 9807 વિસ્તારમાં ડાંગર અને 5714 વિસ્તારમાં ઘાસચારાનું, વર્ષ 2020માં 17045 વિસ્તારમાં ડાંગર અને 7247 વિસ્તારમાં ઘાસચારાનું, વર્ષ 2021માં 31283 વિસ્તારમાં ડાંગર અને 7230માં ઘાસચારાનું વાવેતર થયું છે.

વર્ષ 2021માં હેકટરમાં થયેલું વાવેતર

તાલુકોડાંગરબાજરીમગમકાઇતલડુુંગળીઘાસચારો
દસક્રોઇ32685524204201940
સાણંદ89650350002370
વિરમગામ0000000
માંડલ00145000240
દેત્રોજ0035000710
ધોળકા13825300001550
બાવળા5225130000315
ધંધુકા0000900105
ધોલેરા0000000
કુલ3128373223709007230

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...