તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:CA ફાઇનલમાં અમદાવાદના રિઝલ્ટમાં ઘટાડો, ઓનલાઇન અભ્યાસથી પરિણામમાં અસર

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ બ્રાંચનું જૂના કોર્સનું 21.85 ટકા જ્યારે નવા કોર્સનું 31.76 ટકા જ પરિણામ

ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા નવેમ્બર-20માં લેવાયેલી સીએ ફાઈનલ એક્ઝામનું પરિણામ જાહેર થયું છે, જેમાં અમદાવાદ બ્રાંચનું ઓલ્ડ કોર્સનું 21.85 ટકા અને ન્યૂ કોર્સનું 31.76 ટકા પરિણામ આવ્યું છે. જે નવેમ્બર-2019ની તુલનાએ 16.21 ટકાનો અને ન્યૂ કોર્સ પરીક્ષાના પરિણામમાં 4.52 ટકાનો ઘટાડો નોંધાયો છે. જોકે, સીએ ન્યૂ કોર્સ નવેમ્બર-20ના પરિણામની તુલનાએ નવેમ્બર, 2019ની પરિણામમાં કુલ રેન્કર્સની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

નવેમ્બર-20ની પરીક્ષાના પરિણામમાં ઓલ ઈન્ડિયા લેવલ પર ટોપ 50માં ત્રણ વિદ્યાર્થી ઝળક્યા છે, તો નવે. 19માં ટોપ 50માં 11 વિદ્યાર્થી ઝળક્યા હતા. આમ નવા-જૂના કોર્સના મળીને અમદાવાદ બ્રાંચના 5392 વિદ્યાર્થી સીએ તરીકે ક્વોલિફાય થયા છે. કોરોનાના કારણે વિદ્યાર્થીઓના મનોબળ પર વિપરિત અસર, ઓનલાઈન શિક્ષણ કાર્યને કારણે પરિણામમાં ઘટાડો થયો હોવાનું સૂત્રોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો