એરપોર્ટે ઉજવણી:અમદાવાદ એરપોર્ટ પર દિવાળીની ઉજવણી, રંગબેરંગી લાઈટિંગ અને ડેકોરેશનથી શણગારાયું

અમદાવાદએક મહિનો પહેલા
અમદાવાદ એરપોર્ટ પર ડેકોરેશન કરાયું
  • નવરાત્રી સમયે પણ નવરાત્રીની થિમને ધ્યાનમાં રાખી ડેકોરેશન કરાયું હતું
  • દિવાળીના તહેવાર પર પ્રવાસીઓને આકર્ષવા માટે દિવાળીની થીમ પર એરપોર્ટનો શણગાર

દેશભરમાં રાજ્યભરમાં ચારે તરફ દિવાળીના તહેવારની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર પણ દિવાળીના તહેવારનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર દિવાળી નિમિત્તે ખાસ ડેકોરેશન કરવામાં આવ્યું છે. અગાઉ નવરાત્રી સમયમાં પણ નવરાત્રીની થિમને ધ્યાનમાં રાખી ડેકોરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે દિવાળીના તહેવાર પર ફરી એકવાર અમદાવાદ એરપોર્ટ ડેકોરેશન કરવામાં આવ્યું છે.

દેશ-વિદેશના પ્રવાસીઓની અમદાવાદ એરપોર્ટ પર અવરજવર
દિવાળીના તહેવાર નિમિત્તે લોકો પોતાના ઘર, ઓફિસ અને બિલ્ડિંગને રોશનીથી શણગારતા હોય છે. ત્યારે અમદાવાદ એરપોર્ટના બહાર તથા અંદરના ભાગે ડેકોરેશન કરવામાં આવ્યું છે. અહીં દેશ-વિદેશના પ્રવાસીઓ અવરજવર કરતા હોય છે. ત્યારે દિવાળીના તહેવાર પર ખાસ પ્રવાસીઓને આકર્ષવા માટે દિવાળીની થીમ પર શણગારવામાં આવ્યું છે.

દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવા માટે ડેકોરેશન
દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવા માટે ડેકોરેશન

દિવાળી સાથે ગુજરાતીઓના નવા વર્ષનો પ્રારંભ થશે
દિવાળીની સાથે સાથે ગુજરાતીઓ માટે નવા વર્ષનો પ્રારંભ થાય છે. જ્યારે પ્રવાસીઓને દેશના સૌથી મોટા અને મહત્ત્વના તહેવાર નિમિત્તે શુભેચ્છા પાઠવવા માટેના ખાસ લાઈટ સાથે આર્ટિસ્ટિક લે આઉટ મુકવામાં આવ્યા છે. જેમાં દિવડા સાથે હંસ કે જે સુંદરતા અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. ડોમેસ્ટિક એરપોર્ટ પર ચેક ઇન, સિક્યોરિટી હોલ્ડ એરિયા, અરાઈવલ અને બહારના ભાગે સુશોભિત કરવાં આવ્યો છે. આ ઉપરાંત એરપોર્ટના બહારના ભાગે લાઈટ મારફતે ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે.

એરપોર્ટ પર ખાસ લાઈટિંગ કરાયું
એરપોર્ટ પર ખાસ લાઈટિંગ કરાયું