રિઝલ્ટ:CA ફાઇનલનું 11.97 ટકા પરિણામ જાહેર, 2870 વિદ્યાર્થીઓ પાસ થયા, અમદાવાદના 4 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો

અમદાવાદએક મહિનો પહેલા
ઓલ ઇન્ડિયા રેન્ક મેળવનાર અમદાવાદના વિદ્યાર્થીઓ.
  • ગ્રુપ-1માં 49,358 વિદ્યાર્થીમાંથી 9986 પાસ થયા
  • ગ્રુપ-2માં 42,203 વિદ્યાર્થીમાંથી 7328 પાસ થયા

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (આઇસીએઆઇ)ની અમદાવાદ શાખા દ્વારા સીએ ફાઇનલનું પરિણામ રજૂ કરવામાં આવ્યું હતું. સીએ ફાઇનલનું 11.97 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 23,981 વિદ્યાર્થીઓમાંથી 2870 વિદ્યાર્થીઓ પાસ થયા છે. અમદાવાદના 4 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો હતો. જેમાં દિવેશ હરપલાની ઓલ ઇન્ડિયા રેન્ક-13, આસ્થા માલુ ઓલ ઇન્ડિયા રેન્ક-27, યશ ચોક્સી ઓલ ઇન્ડિયા રેન્ક-35, ભવ્ય શાહ ઓલ ઇન્ડિયા રેન્ક-38 છે.

ગ્રુપ-1નું 20.23% અને ગ્રુપ-2નું 17.36% પરિણામ આવ્યું
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (આઇસીએઆઇ)ના ચેરમેન હરિત ધારીવાલે જણાવ્યું હતું કે, આ વર્ષે સીએ ફાઇનલમાં બંને ગ્રુપમાં 23,981 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 2870 વિદ્યાર્થીઓ પાસ થયા જે 11.97% છે. ગ્રુપ-1માં 49,358 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 9986 વિદ્યાર્થીઓ પાસ થયા જે 20.23% છે અને ગ્રુપ-2માં 42,203 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જેમાંથી 7328 વિદ્યાર્થીઓ પાસ થયા જે 17.36 % છે. અમદાવાદમાં પ્રથમ ક્રમાંકે આવેલ દિવેશ હરપલાનીએ ઓલ ઇન્ડિયા રેન્ક 13મો મેળવ્યો છે ત્યારે આ ઉપરાંત આસ્થા માલુએ ઓલ ઇન્ડિયામાં 27મો અને અમદાવાદમાં બીજો રેન્ક મેળવ્યો છે. ત્યારે યશ ચોકસીએ ઓલ ઇન્ડિયામાં 35મો, ભવ્ય શાહે ઓલ ઇન્ડિયામાં 38મો રેન્ક મેળવ્યો છે.

સીએ ફાઉન્ડેશનમાં અમદાવાદ સેન્ટરમાંથી 350 વિદ્યાર્થી ઉત્તીર્ણ
સીએ ફાઉન્ડેશનના રિઝલ્ટ વિષે વાત કરતા ચેરમેન હરિત ધારીવાલે જણાવ્યું હતું કે, અમદાવાદ સેન્ટરમાંથી 1520 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી જેમાંથી 350 ઉત્તીર્ણ થયા જે 23.03% પરિણામ છે જ્યારે ઓલ ઇન્ડિયામાં 71,967 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી જેમાં થી 19,158 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા જે કુલ 26.62% પરિણામ છે.

વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

જેટલી મેહનત કરી હતી એટલું પરિણામ મળ્યું
અમદાવાદમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થી દિવેશ હરપલાનીએ જણાવ્યું કે, જેટલી મેહનત કરી હતી એટલું પરિણામ મળ્યું છે અને એક ટાઇમટેબલ બનાવીને મેહનત કરવી જોઈએ. કોરોનાકાળમાં જયારે પરીક્ષા પાછી ખેંચાઈ હતી ત્યારે મોરલ ડાઉન થયું હતું કેમ કે પરીક્ષાની તારીખ વગર મેહનત કરવી એ મોટો પ્રશ્ન હતો. ત્યારે દરેક વિદ્યાર્થીએ જે પણ પરિણામ આવે એનાથી નિરાશ ન થવું જોઈએ પરંતુ આગળ કેવી મેહનત કરવી તેના પર ધ્યાન આપવું જોઈએ.

અમદાવાદમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થી દિવેશ હરપલાની.
અમદાવાદમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થી દિવેશ હરપલાની.

વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો
યશ ચોક્સીએ જણાવ્યું કે જ્યારે મને ધાર્યા કરતાં વધારે પરિણામ મળ્યું છે. જેમાં મને કોરોના થયો હતો ત્યારે મને ચિંતા વધી ગઈ હતી. પરંતુ જ્યારે પરીક્ષાની તારીખ ઠેલાઈ ત્યારે શાંતિ થઈ હતી. તે સમય દરમિયાન પરિવારના સભ્યો દ્વારા પ્રોત્સાહન મળ્યું હતું. ત્યારે હવે આગળ મોટી કંપની સ્થાપીશ. ત્યારે જે રીતે વિદ્યાર્થીઓએ મેહનત કરી હતી તે જ પ્રમાણે તેમને પરિણામ મળ્યું છે. એટલે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ જે પણ પરિણામ આવ્યું છે તેને વધાવવું જોઈએ. જ્યારે સારું પરિણામ મેળવવા ટાઇમટેબલ પ્રમાણે મેહનત કરવી જોઈએ.