તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Declaration Will Have To Be Given For More Than 50 Thousand Checks From September 1, The Amendment Including The Link To PF With Aadhaar Will Be Implemented From Wednesday.

નવો નિયમ:1 સપ્ટેમ્બરથી 50 હજારથી વધુના ચેક માટે ડિક્લેરેશન આપવું પડશે, PFને આધાર સાથે લિન્ક સહિતના સુધારાનો બુધવારથી અમલ

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા ત્રણ મહત્ત્વના સુધારાનો અમલ પહેલી સપ્ટેમ્બરથી લાગુ થશે, જે મુજબ કર્મચારીઓએ તેમના પીએફને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું રહેશે, જીએસટીના બે રિટર્ન ભરવાના બાકી હશે તે બ્લોક થશે અને બેંકમાં મોટા ટ્રાન્જેક્શન માટે ડિક્લેરેશન આપવું પડશે.

દરેક કર્મચારીએ પોતાનું પીએફ એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે. જો લિંક નહીં હોય તો કંપની દ્વારા પીએફના પૈસા ભરાશે ત્યારે તે પૈસા કર્મચારીના પીએફ એકાઉન્ટમાં જમા થશે નહીં. આ ખાતું આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તો પ્રોવિડન્ટ ફંડમાંથી કર્મચારી પૈસા પણ ઉપાડી શકશે નહીં. આ ઉપરાંત 1 સપ્ટેમ્બરથી કરદાતાએ પોતાના જીએસટીઆર રિટર્ન 2થી વધારે ફાઇલ નહીં કર્યા હોય તો તેવા કેસમાં કરદાતા પોતાના વેચાણની વિગતો દર્શાવતું રિટર્ન ફાઇલ નહીં કરી શકે. ઉપરાંત કરદાતાની ઇ-વે બિલની સુવિધા પણ બ્લોક થશે. આમ જીએસટી કરદાતા દ્વારા જે રિટર્ન ભરવામાં ભૂલ થશે તેના કારણે તેમના વ્યવહારો અટકી પડશે.

આ સિવાય 1 સપ્ટેમ્બરથી દરેક બેંકેે હાયર વેલ્યુ એટલે કે 50 હજારથી વધુની રકમના ચેકમાં ખાતાધારકની પરવાનગી લેખિતમાં લેવી પડશે. જો ખાતાધારકની મંજૂરી નહીં હોય તો તેવા ચેક બેંક પાસ નહીં કરે.

અન્ય સમાચારો પણ છે...