તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓક્શન:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના 1204 કરોડના 16 પ્લોટની હરાજી કરવાનો નિર્ણય

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થલતેજના 3, બોડકદેવના 4, નિકોલના 2, વસ્ત્રાલના 3 પ્લોટનો સમાવેશ
  • ગત વર્ષે મ્યુનિ.કોર્પોરેશને હરાજીમાં મૂકેલા 5માંથી 3 પ્લોટ જ વેચાયા હતા

ગુરુવારે મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીએ શહેરમાં 1204 કરોડની કિંમતના 16 પ્લોટની હરાજી કરવાની દરખાસ્ત મંજૂર કરી છે. થલતેજના 3, બોડકદેવના 3 કોમર્શિયલ સહિત 4 પ્લોટ, નિકોલના 2, વસ્ત્રાલના 3 તેમજ નરોડા હંસપુરાના 4 પ્લોટનો સમાવેશ થાય છે. ઔડાની ભાવનિર્ધારણ સમિતિએ કિંમત નક્કી કરી છે. સ્ટેન્ડિંગની બહાલી પછી ઓક્શન થશે. 16 પ્લોટ પૈકી 3 પ્લોટ પર કોમર્શિયલ તેમજ 13 પ્લોટ પર રહેણાંકની સ્કીમ ઉભી કરી શકાશે. મ્યુનિ. આ પ્લોટ 99 વર્ષના ભાડા પટ્ટે આપશે. જાન્યુઆરી 2020માં મ્યુનિ.એ 5 પ્લોટનું ઇ-ઓકશન કરાયું હતું. જેમાં 3 પ્લોટનું વેચાણ થયું હતું.

બોડકદેવમાં 12833 ચોરસ મીટરના પ્લોટની 241 કરોડમાં હરાજી થશે

પ્લોટનું સ્થળક્ષેત્રફળ (ચો.મી.)કિંમત (કરોડમાં)

રહેણાંક કે કોમર્શિયલ

થલતેજ સરવે નં. 200109815.37રહેણાંક
થલતેજ સરવે નં. 1999822174. 35રહેણાંક
થલતેજ સરવે નં. 265229327.74રહેણાંક
બોડકદેવ સરવે નં. 37412833241.26રહેણાંક
બોડકદેવ સરવે નં. 3627577172.75કોમર્શિયલ
બોડકદેવ સવે નં. 3838060151.52કોમર્શિયલ
બોડકદેવ સરવે નં. 385346965.21કોમર્શિયલ
નિકોલ સરવે નં. 7333723.35રહેણાંક
નિકોલ સરવે નં. 136443531.04રહેણાંક
વસ્ત્રાલ સરવે નં. 193314122.61રહેણાંક
વસ્ત્રાલ સરવે નં. 192315322.7રહેણાંક
વસ્ત્રાલ સરવે નં. 183977860.62રહેણાંક
હંસપુરા,કઠવાડા સરવે નં. 134/2710444.04રહેણાંક
હંસપુરા કઠવાડા સરવે નં. 126286517.76રહેણાંક
હંસપુરા મુઠીયા બીલાસીયા સરવે નં.1001410387.43રહેણાંક
હંસપુરા કઠવાડા સરવે નં. 151940358.29રહેણાંક

​​​​​​​રિવરફ્રન્ટના 49 પ્લોટમાંથી 4 હજાર કરોડ મળશે
રિવરફ્રન્ટ પરના 49 પ્લોટ માટે 28 લોકોએ રસ દાખવ્યો છે. જેમાં 21 કંપનીઓ રિયલ એસ્ટેટની છે જ્યારે 7 રિક્રીએશનલ અરજદારો છે. મ્યુનિ. દ્વારા 49 મિલકતો માટે મંગાવેલી અરજીઓ અંગે આગામી દિવસોમાં નિકાલ કરવામાં આવશે. નોંધનીય છેકે, આ મિલકતોના વેચાણ થકી મ્યુનિ. 4 હજાર કરોડથી વધારેની રકમ મળી શકે છે. આ પ્લોટ વિવિધ હેતુ માટે વેચાશે.

અન્ય સમાચારો પણ છે...