બે મહિનાથી સિટી બસ સેવા:AMTS-BRTS ફરી શરૂ કરવા અંગે નિર્ણય બાકી, રિક્ષાચાલકોને બેફામ ભાડું વસૂલવા મોકળું મેદાન

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

શહેરમાં નાગરિકો શટલ રિક્ષામાં એક-બેથી વધારે બેસીને સંક્રમિત થઇ રહ્યાં છે ત્યારે મ્યુનિ.એ હજુ પણ એએમટીએસ-બીઆરટીએસને પુન: ચાલુ કરવાનો કોઇ નિર્ણય નહીં કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું છે.

શહેરમાં એએમટીએસ-બીઆરટીએસ મારફત રોજના 5 લાખથી વધુ નાગરિકો પરિવહન કરે છે. ઓફિસથી લઇને ધંધા-રોજગારના સ્થાને પહોંચવા નાગરિકો એએમટીએસ-બીઆરટીએસનો ઉપયોગ કરે છે. જો કે કોરોના સંક્રમણ વધતાં એએમટીએસ-બીઆરટીએસ બંધ કરાયા હતા. હવે કોરોના સંક્રમણ 500ની નીચે પહોંચી ગયું છે.

બીઆરટીએસ-એએમટીએસ બંધ હોવાને કારણે નાગરિકો શટલ રિક્ષામાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે. જેમાં એક રિક્ષામાં 5, 6 કે 7 કરતાં વધુ પ્રવાસી બેસાડાતા સંક્રમણ વધી શકે છે. આ તમામ બાબતોની ઉપેક્ષા કરીને તંત્ર હજુ પણ બીઆરટીએસ-એએમટીએસ શરૂ કરવાનો નિર્ણય કરતું નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે અને રીક્ષાચાલકો બેફામ લૂંટ ચલાવે છે ત્યારે ફરી સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈન સાથે બસ સેવા ફરી શરૂ કરવાની લોકોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...