તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીઓમાં મૂંઝવણ:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા પર કોરોના ગ્રહણ, પરીક્ષા ઓફલાઈન લેવી કે ઓનલાઈન અંગે નિર્ણય બાકી

અમદાવાદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • UG સહિતના 50,000 કરતા વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા હજુ બાકી છે

અમદાવાદ: કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે તેની અસર શિક્ષણ પર પણ પડી રહી છે. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા 12 એપ્રિલથી શરૂ થવાની હતી, પરંતુ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઇને ઓફલાઈન પરીક્ષા લેવી કે ઓનલાઇન લેવી તે અંગે હજુ નિર્ણય કરાયો નથી. પરીક્ષા અંગે નિર્ણય કરવા માટે હજુ યુનિવર્સિટીના સતાધીશો મુઝવણમાં છે.

18 માર્ચથી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા યોજાવવાની હતી. પરંતુ કેસ વધતા પરીક્ષાની તારીખ ફેરફાર કરવામાં આવ્યા હતા અને 12 એપ્રિલથી પરીક્ષા શરૂ થવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન PG ના અલગ અલગ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી.એટલે કે 26,000 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થઈ છે. પરંતુ UG સહિતના 50,000 કરતા વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા હજુ બાકી છે. હાલ તો 12 એપ્રિલથી પરીક્ષા શરૂ થવાની છે પરંતુ હાલની પરિસ્થિતિમાં ઓફલાઈન પરીક્ષા કઈ રીતે આપવી તે મોટો સવાલ છે અને યુનિવર્સિટી દ્વારા પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં છે.

આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવાયું હતું કે, હાલ પરિસ્થિતિ ગંભીર છે જેથી કોલેજના ડીન, ડાયરેક્ટ, કોર્પોરેશન સાથે ચર્ચા કરવામાં આવશે. તે બાદ નિર્ણય લેવામાં આવશે. વિદ્યાર્થીઓના જીવ બચાવવા પણ મહત્વના છે તેથી જે પણ નિર્ણય કરવામાં આવશે. તર વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવશે.પરીક્ષા પણ જેટલું શક્ય હોય તેટલી જલ્દી લેવામાં આવે તેનો પ્રયત્ન કરવામાં આવશે જેથી આગામી સમયમાં એડમિશન પ્રક્રિયા અને અન્ય પ્રક્રિયા શરૂ થઈ શકે.

યુનિવર્સિટીના નિર્ણય અંગે હાલ 50,000થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓને નજર છે.માટે અઠવાડિયાનો જ સમય બાકી છે અને હજુ સુધી નિર્ણય લેવામાં ના આવ્યા યુનિવર્સિટી પણ મુઝવણમાં હોવાનું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો