એસવીપીમાં કેન્દ્ર કે રાજય સરકાર દ્વારા પ્રમાણિત કરાયેલા કોઈ જ કાર્ડ ચલાવાતા નથી જેના કારણે ગરીબ દર્દીઓની હાલત કફોડી બની છે. રામદેવનગરના છાપરામાં રહેતા રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા વૃદ્ધ હીરાભાઈ રાઠોડની પત્નીની રતનબેનની તબિયત લથડતા તેઓ મા કાર્ડ ચાલશે તેવી આશાએ એસવીપી હોસ્પિટલમાં તેમને લઈ ગયા હતા.
જો કે તેમને કોઈ જ પ્રકારના કાર્ડ ચાલશે નહીં તેમ કહીને શરૂઆતમાં જ રૂ. 10 હજાર ડિપોઝિટ અને બે દિવસ દરમિયાન અલગ અલગ રકમ લીધી હતી, દરમિયાન તેમની પત્નીનું મોત નિપજયું હતું. હોસ્પિટલમાંથી નીકળ્યા ત્યારે તેમને 30 હજારથી વધુ દેવું થઈ ગયું હતું. તેમને સગા સંબંધીઓ મિત્રો પાસેથી ઉછીના પૈસા લઈ બિલ ચૂકતે કર્યું હતું. આ અંગે મધુભાઈ શાહને આ વાત જાણી વડાપ્રધાન ઓફિસ અને ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરતા ત્રણ મહિના બાદ સરકારે વૃદ્ધને તમામ ખર્ચ મજરે આપ્યો છે.
હવે આયુષ્માન, મા વાત્સલ્ય કાર્ડ ચાલશે
વિધાનસભમાં તાજેતરમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની ન્યાયિક માગણીના અનુસંધાને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ હકારાત્મક જવાબ આપ્યો હતો. તેમજ 25-2-2022ના આદેશથી આયુષ્માન અને મા કાર્ડ એસવીપી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવા જણાવેલ છે અને જો તે અંગે કોઈ તકલીફ હોય તો પણ જણાવવા કહેવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.