તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવાશીલ ગુજરાત:8 વર્ષમાં દેવું રૂ. 2, 23038 કરોડ વધ્યું ઘરગથ્થુ ઉત્પાદન 19.3% ઘટ્યુંઃ કોંગ્રેસ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બજેટનો 40 ટકા હિસ્સો બિનવિકાસલક્ષી ખર્ચ પાછળ ખર્ચાતા હવે ‘દેવાશીલ ગુજરાત’
 • જાહેર દેવા સામે 8 વર્ષમાં સરકારે 1,36,109 કરોડની વ્યાજની ચુકવણી કરવી પડીઃ શૈલેશ પરમાર

રાજ્યના જાહેર દેવામાં 8 વર્ષમાં 2,23,038 કરોડનો વધારો થયો છે, પણ તેની સામે બજેટનો 40 ટકા હિસ્સો બિનવિકાસલક્ષી ખર્ચ પાછળ ખર્ચાયો છે. પરિણામે સ્થિતિ એવી સર્જાય છે કે, ઘરગથ્થું ઉત્પાદન વર્ષ 1994-95 29.1 ટકા હતું, જે વર્ષ 2019-20માં ઘટીને 9.8 ટકા થઇ જતા ઘરગથ્થું ઉત્પાદનમાં 19.3 ટકાનો ઘટાડો નોંધાયો છે તેમ વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું. દરમિયાનમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, નાણા મંત્રીએ પાછલા બારણે કરવેરા નાખી લોકોની કમર તોડી નાખી છે.

નાણાં વિભાગની માગણી પર વિચારો વ્યક્ત કરતા ઉપનેતા પરમારે એવો આક્ષેપ કર્યો હતો કે, ગતિશીલ ગુજરાત, પ્રગતિશીલ ગુજરાત હવે બનશે દેવાશીલ ગુજરાત. તેમણે કહ્યું હતુ કે, બજેટની સાઇઝમાં 25 વર્ષમાં રૂ. 2,16,427 કરોડનો વધારો, મહેસુલ આવકમાં 25 વર્ષમાં રૂ. 1,18,242 કરોડનો વધારો, બિન વિકાસલક્ષી ખર્ચમાં 25 વર્ષમાં 61,347 કરોડનો વધારો અ્ને 8 વર્ષમાં દેવામાં 2,23,038 કરોડનો વધારો થયો છે. તેમણે કહ્યું હતું કે દેવુ એટલું બધું વધી ગયું છે કે, સરકારે 8 વર્ષમાં દેવા પેટે રૂ. 1,36,109 કરોડની વ્યાજ પેટે એટલે કે દેવાની સામે 61 ટકા રકમ વ્યાજની ચુકવણી કરવી પડી છે. ધારાસભ્ય સી.જે.ચાવડાએ કહ્યું હતું કે, ખેડૂતોની હામી ગણાતી સરકારે મગફળી, તેલબીયા, કઠોળ, અનાજ પર 5 ટકા વેટ નાખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો