• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Debt credit Card Weighting Increased Due To Chip Crisis, 1.66 Crore New Accounts Opened In The State But 39.64 Lakh Did Not Get The Card

ભાસ્કર એક્સક્લૂઝિવ:ચિપ સંકટને પગલે ડેબિટ-ક્રેડિટ કાર્ડનું વેઇટિંગ વધ્યું, રાજ્યમાં 1.66 કરોડ નવાં ખાતાં ખૂલ્યાં, પણ 39.64 લાખને કાર્ડ ના મળ્યાં

અમદાવાદ2 દિવસ પહેલાલેખક: ગૌરવ તિવારી
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • બેંકોએ કર્મચારીઓને કહ્યું હતું, ગ્રાહકોને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે પ્રેરિત કરો
  • પહેલાં 83% ખાતાધારકોને કાર્ડ મળતાં હતાં, પણ હવે 76.24%ને જ કાર્ડ મળે છે

દુનિયાભરમાં સેમિકન્ડક્ટર ચિપની અછતના કારણે હવે બેંકોના નવા ખાતાધારકોએ એટીએમ, ડેબિટ કે ક્રેડિટ કાર્ડ માટે હવે લાંબી રાહ જોવી પડી રહી છે. તેના કારણે બેંકોએ પણ ગ્રાહક સુવિધા કેન્દ્રો અને પોતાના કર્મચારીઓના માધ્યમથી કહ્યું છે કે, હવે વધુને વધુ લોકોને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા માટે પ્રેરિત કરવાનો સમય થઈ ગયો છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં બેંક એટીએમ જારી કરવાના દરમાં 6.15%નો ઘટાડો થયો છે. માર્ચ 2019માં નવા ખાતાધારકોમાંથી આશરે 82.28% લોકોએ તાત્કાલિક અસરથી એટીએમ આપવામાં આવતું હતું, જ્યારે હવે ફક્ત 76.24% લોકોને જ એટીએમ અપાય છે.

એસએલબીસીએ આપેલી માહિતી પ્રમાણે, માર્ચ 2022માં 1.66 કરોડ ખાતા ખૂલ્યા હતા, જેમાંથી 1.27 કરોડ લોકોને રૂપે કાર્ડ અપાયું હતું, જ્યારે 39.64 લાખ લોકોને આ કાર્ડ નથી અપાયું. બેંકિંગ સૂત્રો પ્રમાણે, રશિયા-યુક્રેન યુદ્ધ પછી આ મુશ્કેલીમાં ઘણો વધારો થયો છે. એટીએમ કાર્ડનું ઉત્પાદન તો દેશમાં થાય છે, પરંતુ તેની સેમિકન્ડક્ટર ચિપ વિદેશથી આયાત થતી હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે.

બેન્ક મિત્રો પણ ગ્રાહકોને કૅશ ઓપ્શન માટે પ્રોત્સાહિત કરે છે
બેન્ક ઓફ બરોડાએ તાજેતરમાં તેના તમામ બેન્ક મિત્રોને આગ્રહ કર્યો છે કે તેઓ ગ્રાહકોને કૅશ ઓપ્શનનો વધુમાં વધુ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે. તેનાથી તેઓ 5 હજાર રૂ. સુધી કૅશ ઉપાડી શકે છે. આવું એટલે કરાઇ રહ્યું છે કે બેન્કોને એટીએમ કાર્ડનો સપ્લાય ધીમો પડી ગયો છે. જે કોન્ટ્રાક્ટર્સને કાર્ડ બનાવવાના કોન્ટ્રાક્ટ અપાયા છે તેઓ સેમિકંડક્ટરના સપ્લાયમાં અછતને કારણે અગાઉની માફક સતત કાર્ડ નથી બનાવી શકતા.

39.64 લાખ લોકોને રૂપે કાર્ડ જારી કરવામાં મોડું થયું

મહિનોખાતાં ખૂલ્યાંકાર્ડ જારીકાર્ડ ના અપાયાંટકાવારી
ફેબ્રુઆરી 20201.52 કરોડ1.22 કરોડ30.28 લાખ80.16%
ડિસેમ્બર 20201.58 કરોડ1.21 કરોડ37.15 લાખ76.57%
માર્ચ 20211.60 કરોડ1.22 કરોડ37.96 લાખ76.36%
જૂન 20211.61 કરોડ1.23 કરોડ38.16 લાખ76.43%
સપ્ટેમ્બર 20211.65 કરોડ1.26 કરોડ39.34 લાખ76.21%
માર્ચ 20221.66 કરોડ1.27 કરોડ39.64 લાખ76.24%

અમારે ત્યાં હાલ આવી કોઇ સમસ્યા નથી. અન્ય બ્રાન્ચમાં કે બીજી બેન્કમાં હોય તો તેની અમને જાણ નથી. હર્ષવર્ધન રાવત, બ્રાન્ચ મેનેજર, IDBI

અગાઉ અઠવાડિયામાં કાર્ડ મળી જતું, હવે 15-20 દિવસ લાગે છે
ગ્રાહકોનું કહેવું છે કે પહેલાં અઠવાડિયામાં કાર્ડ મળી જતું હતું જ્યારે હવે 15-20 દિવસ લાગે છે. બજારના નિષ્ણાતોના જણાવ્યાનુસાર ઓટોમોબાઇલ્સ, ઇલેક્ટ્રોનિક્સ સહિત અન્ય સેક્ટર્સમાં સેમિકંડક્ટરની હજુ પણ અછત હોવાથી ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે ઘણું અંતર ઊભું થયું છે. આવનારા મહિનાઓમાં સપ્લાય વધવાની આશા છે.

કાર ડીલર્સનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં ડીલર્સને કાર સપ્લાય 23% ઘટ્યો, કેમ કે સેમિકંડક્ટરની અછત અને સપ્લાય સંબંધી પડકારોને કારણે ઉત્પાદન પર અસર થઇ. સેમિકંડક્ટર્સને કારણે ઇલેક્ટ્રિકલ ગૂડ્સના ભાવમાં 7% અને મેડિકલ ડિવાઇસીઝના ભાવમાં 20% તફાવત જોઇ શકાય છે. આ સ્થિતિ માટે યુક્રેન-રશિયા યુદ્ધ પણ કારણભૂત છે.

અન્ય સમાચારો પણ છે...