ઠગાઈ:ડેબિટ કાર્ડનો પિન મેળવી નિવૃત્ત જજ પાસેથી 50 હજાર પડાવાયા, ATMનું વેરિફિકેશન કરાવવું પડશે તેવું કહી છેતરપિંડી કરી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાઈબર ગઠિયાએ અલગ અલગ 6 ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા ઉપાડી લીધા, આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

‘તમે એટીએમ કાર્ડનો ઉપયોગ ઓછો કરતા હોવાથી તમારે વેરિફિકેશન કરાવવું પડશે’ તેમ કહીને નિવૃત્ત સત્ર ન્યાયાધીશનો બેંક એકાઉન્ટ નંબર તેમજ એટીએમનો પિનકોડ મેળવી લીધો અને ગઠિયાએ અલગ અલગ 6 ટ્રાન્જેક્શનથી રૂ.49,998 ઉપાડી લીધા હતા.

આનંદનગરમાં રહેતા દિનેશભાઈ નાનાલાલ ત્રિવેદી(67) વેરાવળથી અધિક સત્ર ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા હતા. ગત 16 એપ્રિલ, 2018ના રોજ બપોરે દોઢ વાગ્યે અજાણ્યા નંબર પરથી દિનેશભાઈ પર ફોન આવ્યો, જેમાં સામેવાળાએ પોતાનું નામ રવીન્દ્ર જણાવ્યું અને કહ્યું કે પોતે એસબીઆઈમાંથી બોલતો હોવાનું કહીને દિનેશભાઈને કહ્યું કે, તમે એસબીઆઈના એટીએમ કાર્ડનો ઉપયોગ કરતા નથી એટલે તમારે તમારા આ કાર્ડનું વેરિફિકેશન કરાવવું પડશે.

દિનેશભાઈ સાથે થોડો સમય વાત કર્યા બાદ વિશ્વાસ બેસતાં તેમણે એસબીઆઈ બેંકનો એકાઉન્ટ નંબર અને એટીએમનો પિન નંબર રવીન્દ્રને આપ્યો હતો. થોડીવાર બાદ ફરીથી રવીન્દ્રનો ફોન આવતાં દિનેશભાઈએ દીકરા હિરેનને ફોન આપીને કહ્યું કે, જે માહિતી માગે તે આપ. જેથી હિરેને તેમને બેંકને લગતી સામેવાળાએ જે માહિતી માગી તે તમામ આપી હતી. એ પછી રવીન્દ્રએ દિનેશભાઈના એસબીઆઈના એકાઉન્ટમાંથી અલગ અલગ 6 ટ્રાન્જેક્શનથી રૂ.49,998 ઉપાડી લીધા હતા.

આ અંગે જ્યારે તેમણે પાસબુક ચેક કરી ત્યારે તેમને ખબર પડી કે તેમની સાથે કોઈ ગઠિયાએ છેતરપિંડી કરી છે. આ અંગે દિનેશભાઈએ સાઈબર ગઠિયા સામે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...