તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચરાનાં વિશાળકાય ઢગલા:બાપુનગરની ઈન્ડિયા કોલોની પાસે ખડકાઈ રહ્યો છે ઈમારતોનો કાટમાળ, પિરાણા ડમ્પયાર્ડ-2 બનવાની ભીતિ

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ડિયા કોલોનીના ડી-કોલોની પાસે કાટમાળ ઠાલવવા માટે રોજ ટ્રેક્ટરોની લાઈન લાગે છે

બાપુનગરમાં આવેલી ઈન્ડિયા કોલોની વિસ્તારમાં ડી-કોલોની પાસેનાં વિશાળ વિસ્તારમાં છેલ્લા ઘણાં વર્ષોથી ઈમારતોનો કાટમાળ ઠલવાય છે. જેનાં લીધે આ વિસ્તાર બીજો પિરાણા ડમ્પયાર્ડ બની રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. આ વિસ્તારમાં કાટમાળ ઠાલવવાનાં કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યા છે અને રોજ ટ્રેક્ટર ભરીને અહીં કાટમાળ ઠાલવવામાં આવે છે.

ઈમારતોનાં કાટમાળની સાથે હવે અહીં અન્ય કચરાનો પણ નિકાલ થવા લાગ્યો છે. જેના કારણે આસપાસનાં રહીશોને ભય છે કે થોડા સમયમાં આ વિસ્તારમાં રહેવું મુશ્કેલ બની જશે. જેમ પિરાણા ડમ્પયાર્ડમાં કચરાનાં વિશાળકાય ઢગલા જોવા મળે છે તેવા ઢગલા આ ડી-કોલોની પાસે પણ જોવા મળશે. જે પરિસ્થિતિ ટૂંક સમયમાં સર્જાઈ શકે તેવી શક્યતા જોવા મળી રહી છે.

કાટમાળ ઠાલવવા રૂપિયા મળે છે કોન્ટ્રાક્ટરોને
ખુલ્લા મેદાન પર જે રીતે ઈમારતોનો કાટમાળ ઠાલવવામાં આવે છે, તેનાં લીધે ભવિષ્યમાં આસપાસનાં રહીશો મુશ્કેલીમાં મુકાશે. જેમ પિરાણા ડમ્પયાર્ડમાં કચરાનાં પહાડ જેવા ઢગલા જોવા મળે છે તેવી સ્થિતિ ઈન્ડિયા કોલોની પાસે પણ થશે. અહીં કાટમાળ ઠાલવવા માટે કોન્ટ્રાક્ટરોને રૂપિયા મળી રહે છે અને તે જ કાટમાળ બીજે ક્યાંક લઈ જવા માટે પણ તેઓ મોટી રકમ લેતા હોય છે. > કૃણાલ પંચાલ, રહીશ

તાકિદે કચરાનાં ઢગલાનો નિકાલ કરવો જોઈએ
કાટમાળની સાથે હવે કચરાનો પણ નિકાલ થઈ રહ્યો છે, જેનાં લીધે રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદી વાતાવરણમાં અહીં દુર્ગંધનું પ્રમાણ વધી જાય છે અને કાટમાળનાં ઢગલાની વચ્ચે પાણી ભરાઈ રહેતું હોવાને લીધે ત્યાંથી મચ્છરોનો ઉપદ્રવ પણ થાય છે. જેથી તંત્રે તાકિદે આ જગ્યા પર થઈ રહેલા કચરાના ઢગલાનો નિકાલ શરૂ કરી દેવો જોઈએ. > જયરાજ રાજવી, રહીશ

અન્ય સમાચારો પણ છે...