અમદાવાદમાં કોરોના / મેના 693 મૃત્યુનો આંક જુલાઈમાં તો ચોથા ભાગનો થઈને 156 થઈ ગયો, કેસની સંખ્યા પણ 50 ટકા ઘટી ગઈ

deaths in July drop 4 times compared to May-June in ahmedabad
X
deaths in July drop 4 times compared to May-June in ahmedabad

  • કુલ કેસના 34.4 ટકા કેસ મેમાં, 32.9 ટકા જૂનમાં નોંધાયા જ્યારે જુલાઈમાં 21.1 ટકા કેસ સામે આવ્યા
  • કુલ મોતના 43.3 ટકા મોત મેમાં, 37.5 ટકા જૂનમાં થયા જ્યારે જુલાઈમાં 9.7 ટકા મૃત્યુ

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 03:55 PM IST

અમદાવાદ. રાજ્યમાં કોરોનાએ 19 માર્ચે દસ્તક આપ્યા બાદ અમદાવાદ શહેર-જિલ્લામાં પ્રથમ કેસ 20 માર્ચે નોંધાયો હતો. જોકે ત્યારબાદ ધીરે-ધીરે કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ દરરોજ કોરોનાના 200થી 250 કેસ નોંધાતા હતા. અત્યાર સુધીમાં અમદાવાદમાં 26517 કેસ અને 1597 મૃત્યુ નોંધાયા છે. છેલ્લા 4 મહિનાની અમદાવાદની સ્થિતિ જોઇએ તો મે અને જૂનની સરખામણીએ જુલાઈ મહિનામાં કેસમાં અને મોત ઘટાડો આવ્યો છે. મે મહિનામાં જ્યાં 9140 કેસ અને 693 મૃત્યુ નોંધાયા હતા ત્યાં જુલાઈમાં કોરોના ધીરે-ધીરે કાબૂમાં આવી રહ્યો હોય તેમ અમદાવાદ શહેર-જિલ્લામાં 5604 કેસ અને 156 મોત નોંધાયા છે.

અમદાવાદ માટે મે મહિનો સૌથી વધુ જોખમી રહ્યો
અમદાવાદ શહેર-જિલ્લા માટે મે મહિનો વધારે જોખમી રહ્યો હતો. મે મહિનામાં કુલ કેસના 34.4 ટકા કેસ નોંધાયા હતા અને દર્દીના મૃત્યુ પણ વધારે થયા હતા. કુલ મૃત્યુઆંક 1597માંથી 43.3 ટકા એટલે કે 693 દર્દી એકલા મે મહિનામાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે જૂન મહિનામાં 599 એટલે કે 37.5 ટકા દર્દી મૃત્યુ પામ્યા હતા. જુલાઈ મહિનામાં સ્થિતિમાં સુધારો આવ્યો છે. જુલાઈમાં કુલ કેસના 21.1 ટકા કેસ નોંધાયા છે અને કુલ મૃત્યુઆંકમાંથી 152 એટલે કે 9.7 ટકા મૃત્યુ જુલાઈ મહિનામાં થયા છે.

મે અને જૂનમાં સૌથી વધુ કેસ નોંધાયા
અમદાવાદ શહેર-જિલ્લામાં મે અને જૂન મહિનામાં સૌથી વધુ કેસ અને મૃત્યુ નોંધાયા છે. મે મહિનામાં લોકાડઉન હતું, એ સમયે પણ 9140 કેસ સામે આવ્યા હતા. આ જ મહિનામાં 693 દર્દીઓ કોરોના સામેની જંગ હારી ગયા હતા. જૂન મહિનામાં અનલોક-1 અમલી બનાવાયું હતું. આ સમયગાળામાં 8733 કેસ નોંધાયા હતા તો 599 દર્દીના મૃત્યુ થયા હતા. અમદાવાદ માટે મે અને જૂન મહિનો સૌથી વધુ કેસ સામે આવ્યા હતા. જોકે જુલાઈ મહિનાની શરૂઆતથી જ દરરોજ નોંધાતા કેસો અને મૃત્યુમાં ઘટાડો આવતો રહ્યો છે. જુલાઈમાં 5604 કેસ અને 156 દર્દીના મૃત્યુ થયા છે. આમ જુલાઇમાં અમદાવાદ શહેર-જિલ્લામાં કોરોનાની સ્થિતિ પહેલા કરતા કાબૂમાં આવી હોય તેમ લાગી રહ્યું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી