તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સિગ્નલ પર ઊભેલી બસમાં બાઈક ઘૂસી જતા ચાલકનું મોત

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ઉસ્માનપુરા ચાર રસ્તાની ઘટના, બાઇક પર પાછળ બેઠેલી યુવતીને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાઈ

ઉસ્માનપુરા ચાર રસ્તા પર સિગ્લન બંધ હોવાથી ઊભી રહેલી એએમટીએસ બસની પાછળ બાઈક ઘૂસી જતાં ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે તેની પાછળ બેઠેલી યુવતીને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

મણિનગર ભગત કોલોનીમાં રહેતો ધ્રુમીલ નરેન્દ્રભાઇ પટેલ(25) ખાનગી કંપનીમાં નોકરી કરે છે. સોમવારે બપોરે 2 વાગ્યે ધ્રુમીલ તેની સાથે કંપનીમાં નોકરી કરતા ધારીકાબહેન પટેલને બાઈક પાછળ બેસાડીને ઈન્કમટેક્સ બ્રિજ પરથી ઉસ્માનપુરા તરફ જઈ રહ્યો હતો. ત્યારે સિગ્લન બંધ હોવાથી એએમટીએસની બસ ઊભી હતી.

ધ્રુમીલથી બાઈકની બ્રેક ન વાગતા બાઈક બસમાં ઘૂસી ગયું હતું. બસ સાથે બાઈક અથડાતાં બંને પટકાયા હતા જેમાં ધ્રુમીલનું મૃત્યુ થયું હતું. જ્યારે ધારીકાબહેનને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેઓ પણ બેભાન થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતા બી ડિવિઝન ટ્રાફિક પોલીસ અને 108 આવી પહોંચી હતી. ઉપરાંત ધ્રુમીલના પરિવારના સભ્યો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે ધ્રુમીલ સામે જ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો