દુર્ઘટના:મચ્છર અગરબત્તીના કેમિકલની અસરથી એક કારીગરનું મોત

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવક સરખેજના કારખાનામાં કામ કરતો હતો
  • ઘરે આવ્યા બાદ તબિયત વધુ બગડી હતી

શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા મચ્છર મારવા માટેની અગરબત્તી બનાવવાના કારખાનામાં કામ કરતા એક યુવાનનું ઝેરી કેમિકલની અસરને કારણે મોત નિપજ્યું હતું.  આ અંગેની વિગત એવી છે કે, રખિયાલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ત્રણ માળિયામાં રહેતા ઈમરાન બશીરભાઈ સમા ( 25) સરખેજ ખાતે આવેલી સામ્યા ઈન્ટરનેશનલ નામની ઝેરી મચ્છર મારવાની અગરબત્તી બનાવવાના કારખાનામાં કામ કરતો હતો. તે દરમિયાન ગઈ 24મીના રોજ સાંજના સમયે કારખાનાનું કામ પતાવી ઈમરાન પોતાના ઘરે આવ્યો હતો. ઘરે આવતા તેના પર કેમિકલની અસર થતા ચક્કર આવવા લાગ્યા હતા તથા ઊલટી થતા તેને સારવાર માટે જી.સી.એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે રખિયાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ કે. એન. વાઘેલા કરી રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...