તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ:કાંકરિયા ઝૂમાં 20 દિવસમાં 1 વાઘણ અને 1 સિંહણનું મોત

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્ડિયાક ફેલ્યોરથી સાડા છ વર્ષની સિંહણ મૃત્યુ પામી
  • ઝૂમાં 4 દિવસ પહેલાં એક દીપડો પણ મૃત્યુ પામ્યો

કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 20 દિવસમાં જ એક વાઘણ અને એક સિંહણના મોત નિપજ્યા છે. સોમવારે એક સિંહણ શ્રેયાનું મોત કાર્ડીયાક ફેલ્યોરને કારણે થયું હતું. 4 દિવસ પહેલા એક દિપડાનું પણ કાંકરિયા ઝૂમાં મોત થયું હતું.

સામાન્ય રીતે વાઘની આયુષ્ય મર્યાદા 15 વર્ષની ગણાય છે. હાલ કાંકરિયામાં એક જોડી એશિયાટીક સિંહ, એક વાઘ અને એક સફેદ વાઘણ છે. સાત દિપડા, એક જોડી હિપ્પોપોટેમસ, એક હાથણી, એક ઝરખ માદા અને એક જોડી રીંછ તથા 17 શિયાળ છે.

સિંહણને પૂંછડીમાં ગેંગરીન થયું હતું
શ્રેયા (સિંહણ) - બે વર્ષ પહેલા રાજકોટથી લવાઈ હતી. સોમવારે 6 વર્ષ અને 6 મહિનાની ઉંમરે તેનું મૃત્યુ થયું હતું. પ્રાણી સંગ્રહાલયનો દાવો છે કે, સિંહણ નર્વસ સિસ્ટમની બીમારીથી પીડાતી હતી. આ ઉપરાંત સિંહણની પૂંછડીમાં ગેંગરીન થયું હતું. કાર્ડિયાક ફેલ્યોરથી સિંહણ મૃત્યુ પામી હતી.

અનન્યા (વાઘણ) 17 વર્ષની હતી. સામાન્ય રીતે વાઘનું આયુષ્ય 15 વર્ષનું ગણાય છે. જેથી તેનું મોત ઉંમરને કારણે થયું હતું.

અન્ય સમાચારો પણ છે...