તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMCની મનમાની:હંસપુરાના સ્મશાનમાં થયેલી અંતિમવિધિ અમાન્ય રાખી છ મૃતકનાં ડેથ સર્ટિફિકેટ ન આપ્યાં

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: શાયર રાવલ
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
  • ડેથ સર્ટિફિકેટ ન મળવાથી બેંક એકાઉન્ટ, એલઆઈસી પોલિસીનાં નાણાં, વારસાઈમાં મુશ્કેલી ઊભી થઈ
  • નરોડાના હંસપુરાના સ્મશાનની જમીન પર બિલ્ડરો કબજો જમાવવા માગતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
  • છેલ્લા 15 દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશને સર્ટિફિકેટ આપવાનું બંધ કર્યું

નરોડાના હંસપુરા ગામના લોકોને અમદાવાદ મ્યુનિ. અધિકારીઓનો વિચિત્ર અનુભવ થઈ રહ્યો છે. 1946માં સરકારે સ્મશાન વિધિ માટે હંસપુરાને જમીન ફાળવી હતી. 74 વર્ષથી અહીં ગામમાં મૃત્યુ પામતા લોકોની અંતિમવિધિ થઈ રહી હતી, પરંતુ હવે મ્યુનિ.એ કોઈ કારણથી અહીં સ્મશાનવિધિ કરવા પાબંદી મૂકી છે. 15 દિવસમાં અહીં 6 લોકોની સ્મશાનવિધિ કરાઈ હતી. સ્વજનોને મ્યુનિ. ડેથ સર્ટિફિકેટ આપવા ઈનકાર કરતી હોવાનો ગામના લોકોનો આક્ષેપ છે.

જમીનનો ઉકેલ ન આવે ત્યાં સુધી સર્ટી નહીં આપે
​​​​​​​હંસપુરાના લોકોનો આક્ષેપ છે કે, પંચાયતની સ્મશાનભૂમિ પર આજુબાજુના બિલ્ડરો કબજો કરવા માગે છે તે માટે બિલ્ડરોએ મ્યુનિ.ના અધિકારીઓને હાથો બનાવી ગામના લોકોને ધમકાવવાની શરૂઆત કરી છે. હવે કોર્પોરેશને જ્યાં સુધી સ્મશાનની જમીનનો ઉકેલ ન આવે ત્યાં સુધી ડેથ સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કર્યો છે. ગામના લોકોએ કહ્યું કે, સ્મશાનનું સ્વખર્ચે ડેવલપમેન્ટ કરવા ભંડોળ તૈયાર કર્યું હતું અને જૂનો શેડ પણ બાંધ્યો હતો ત્યારે મ્યુનિ.ના અધિકારીઓએ બિલ્ડરના ઇશારે તે શેડ પણ તોડી પાડ્યો હતો.

અધિકારીઓ અંતિમવિધિ અમાન્ય ગણે છે
લોકોએ જણાવ્યું કે, 15 દિવસ પહેલાં ગામના વ્યક્તિની સ્મશાનવિધિ થઈ હોય તેનું પાંચ લોકોની હાજરીમાં પંચનામું કરી પોલીસ સ્ટેશનમાં એફિડેવિટ રજૂ કરાતું હતું અને તેના આધારે સહેલાઈથી ડેથ સર્ટિફિકેટ મળી જતું હતું, પણ હવે તો અધિકારીઓ આ સ્મશાનમાં કરેલી અંતિમવિધિને અમાન્ય ગણી રહ્યા છે.

આર્થિક બાબતોના પ્રશ્નો અટવાઈ ગયા
​​​​​​​ડેથ સર્ટિફિકેટ નહીં મળવાને કારણે પરિવારોને વારસાઈ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત બેંક અને એલઆઈસી પોલિસીના રૂપિયા ક્લેમ કરી શકતા નથી. આમ ડેથ સર્ટિફિકેટ નહીં મળવાના કારણે મૃતકના સ્વજનોના આર્થિક બાબતના પ્રશ્નો અટવાયાં છે.

કિસ્સો 1- 72 વર્ષીય મણિબેન રમતુજી ઠાકોરનું 27 એપ્રિલના રોજ મૃત્યુ નિપજ્યું હતું. તેમની અંતિમવિધિ ગામના સ્મશાનમાં કરવામાં આવી હતી. મૃતકના પુત્ર વિષ્ણુભાઈ ઠાકોરે કહ્યું કે, એએમસીમાંથી ડેથ સર્ટિફિકેટ મળતું નથી. આ કારણથી અમને વારસાઈ કરવામાં મુશ્કેલી થઈ રહી છે.

પાંચ લાખની પોલિસી અટવાઈને પડી છે
કિસ્સો 2 - 65 વર્ષીય બુધાજી ફતાજી ઠાકોરનું 5મી મેના દિવસે અવસાન થયું હતું. તેમના પૌત્ર કરણ ઠાકોરે કહ્યું કે, દાદાની પાંચ લાખની પોલિસી હતી. કોર્પોરેશનમાં ધક્કા ખાવા છતાં ડેથ સર્ટિફિકેટ મળતું નથી. આ કારણે પોલિસીના રૂપિયા અટવાઈ પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...