કેન્દ્રનો પરિપત્ર:નવા વાહનની નોંધણીની કામગીરી ડીલરો કરશે તો આડેધડ ચાર્જ લેશે, વાહન ખરીદનાર પર આર્થિક ભારણ વધી શકે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકારે નવા વાહનના રજિસ્ટ્રેશનની સંપૂર્ણ કામગીરી વાહન ડીલરોને સોંપી દેવાનો નિર્ણય કર્યો છે. જેના માટે રાજ્ય સરકારના વાહનવ્યવહાર વિભાગે પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. જો તમામ કામગીરી ડીલરો કરશે તો વાહન ખરીદનાર પર પાસેથી વધુ ચાર્જ વસૂલ કરી શકે છે. જો આરટીઓ કામગીરીના ત્રણ હજાર લેતી હોય તો ડીલરો પાંચથી છ હજાર સુધી ચાર્જ વસૂલી શકે છે. આમ ડીલરોને આડેધડ ચાર્જ લેવાનો છૂટો દોર મળી જશે.

પરિપત્ર મુજબ નવા વાહનના વેચાણ બાદ રજિસ્ટ્રેશન અને નંબર માટેની તમામ કામગીરી ડીલરો પોતાના શોરુમ પરથી સરકારના સર્વરમાં સીધી એન્ટ્રી કરશે. રાજ્ય સરકારે આરટીઓની કામગીરી બદલ હાલના ચાર્જમાં કોઇ વધારો જાહેર કર્યો નથી. વાહન ડીલરોએ કહ્યું કે, આરટીઓની કામગીરીથી કામનું ભારણ અને ખર્ચ વધશે. જેનું ભારણ ગ્રાહકો પર જ પડશે.

વાહનવ્યવહારના ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, વાહન ડીલરો પર સ્થાનિક આરટીઓ કે વિભાગનો કંટ્રોલ ઘટી જશે. જેથી આરટીઓ સ્ટાફ પણ ઓનલાઇન પુરાવાના આધારે ઝડપથી કામગીરી પૂરી કરશે. શંકાના કિસ્સામાં ચકાસણી માટે પુરાવા મગાવી શકશે. ગત નાણાકીય વર્ષમાં અમદાવાદના મોટા વાહન ડીલરોએ ટી.સી.નંબર વગર વાહનો વેચ્યા હોવાનું બહાર આવતાં, તપાસ ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...