હત્યાનો ભેદ ઉકેલાયો:મૃતક યુવકની ઓળખ વાળ કપાવ્યા પરથી થઈ અને હત્યાનો ભેદ ઉકેલાયો, ઓઢવ પોલીસે 4 આરોપીઓને ઝડપ્યા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ ના ઓઢવ વિસ્તાર વિસ્તાર માં તાજેતરમાં જ મળી આવેલ લાશ મામલે ખુલાસો થયો છે..મરનાર અને આરોપી એક જ યુવતીના પ્રેમ માં હતા જેના કારણે આરોપીએ હત્યા કરી આપઘાત માં ખપાવવાની કોશિશ કરી હતી..જોકે અન્ય 3 આરોપીઓ ને પોલીસે ધરપકડ કરી ત્યાં સુધી તો આપઘાતની ખબર હતી.

ઓઢવ પોલીસે વણ ઉકેલાયેલી હત્યાના ગુનામાં ચાર લોકોની ધરપકડ કરી છે...મરનાર આશારામ ઉર્ફે સીતારામ બલઈ એક યુવતી ના એક તરફી પ્રેમ માં પાગલ હતો અને અવાર નવાર તેની સાથે મજાક મસ્તી કરતો હતો...બનાવ ના દિવસે ના પણ તેને મસ્તી કરી હતી અને તે વાત ની જાણ મુખ્ય આરોપી નંદરામ ઉર્ફે નંદા ને થઈ હતી.

નંદરામ પણ એજ યુવતી સાથે એક તરફી પ્રેમ માં હતો જેથી તેને ગત 4 ડિસેમ્બર ની વહેલી સવારે જે ફેક્ટરી માં કામ કરતા હતા ત્યાંજ એક લોકો રહેતા હતા ને આરોપી નંદરામે આશારામ ને ગળે ફાંસો આપી હત્યા કરી નાખી હતી..અને લટકાવી ને આપઘાત માં ખપાવવાની કોશિશ કરી હતી .

ઘટના અંગેની વાત કરીએ તો આરોપી નંદુએ હત્યા તો કરી નાખી હતી પરંતુ આ વાત ની જાણ ફેક્ટરી માલિક ગોપાલ તિવારી ને થઈ અને તેને લાગ્યું કે પોલીસ આવશે અને કેસ થશે તે બીક ના કારણે તેને લાશ ને સગે વગે કરવા નંદરામ,બાબુ પ્રજાપતિ અને મીટ્ટુ કિર ને કહ્યું અને તે લોકો લાશ ને ફેંકી આવ્યા હતા...જોકે પોલીસ માટે લાશ ની ઓળખ કરવી પહેલા મુશ્કેલ હતી પરંતુ મારનારે તાજેતર માં વાળ કપાવ્યા હતા અને પોલીસ હેર સલૂન માં જઈ તપાસ કરી તો લાશ ની ઓળખ થઈ હતી.....હાલ પોલીસે 4 આરોપીઓની હત્યા અને મદદગારીમાં ધરપકડ કરી છે.હવે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે ખરેખર હત્યા પાછળ એક તરફી પ્રેમ જવાબદાર છે કે પછી અન્ય કોઈ કારણ શોધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...