તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પાલડીમાં મ્યુનિ.ની ડોર ટુ ડોર ગાડીમાંથી મૃત નવજાત મળ્યું, શાહીબાગમાં પણ કચરા પેટી પાસે કોઈ બાળકીને ત્યજી ગયું

અમદાવાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બંને ઘટનામાં પોલીસે ગુનો દાખલ કર્યો

મ્યુનિ.ની ડોર ટુ ડોર કચરો લેતી કચરા ગાડી નં.1 રવિવારે સવારે રૂટ પર નીકળી કોચરબ ગામ સામે ઊભી હતી ત્યારે પ્લાસ્ટિકની કોથળીમાંથી નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું હતું, જેથી ગાડીના ડ્રાઇવર ચંદુભાઈ ડામોરે સેનેટરી ઇન્સ્પેક્ટરને વાત કરતાં સેનેટરી ઈન્સ્પેક્ટર સંજય દવે(54)એ એલિસબ્રિજ પોલીસને જાણ કરી હતી. પોલીસે નવજાત શિશુનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ અંગે પોલીસે શિશુની માતા સહિતના લોકો સામે ગુનો નોંધ્યો છે.

બીજી તરફ શાહીબાગની પ્રીતમપુરાની ચાલી પાસે આવેલી મ્યુનિ.ની કચરા પેટી પાસે અજાણી મહિલા નવજાત બાળકીને મૂકી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં શાહીબાગ પોલીસે બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી હતી અને બાળકીને ત્યજનારી અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પ્રીતમપુરાની ચાલી પાસે મ્યુનિ.ની કચરા પેટીની બાજુમાં નવજાત બાળકીને કોઈ મૂકી ગયું હતું.

આથી સ્થાનિકોએ શાહીબાગ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે આવી દુપટ્ટો ખોલીને જોતાં બાળકીના નાભીના ભાગે નાડાછડી બાંધેલી હતી અને શરીરે લોહી હતું. આથી બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો